Western Times News

Gujarati News

૧૧૫ વર્ષ પહેલાં વિલુપ્ત થયેલી મહાકાય કાચબાની પ્રજાતી મળી

ક્વિટો: પ્રશાંત મહાસાગરમાં સ્થિત દુનિયાના સૌથી મોટા કાચબાઓના ઘર ગેલાપાગોસ દ્વીપસમૂહમાંથી એક મહત્વના સમાચાર આવ્યા છે. અહીં વૈજ્ઞાનિકોની એક ટીમને મહાકાય કાચબાની એક એવી પ્રજાતિ મળી આવી છે, જે લગભગ ૧૧૫ વર્ષ પહેલા વિલુપ્ત થઈ ગઈ હતી. આ વયસ્ક માદા કાચબાને ૨૦૧૯માં શોધવામાં આવી હતી, જાેકે, ત્યારથી લઈને અત્યાર સુધી વૈજ્ઞાનિકો આ પ્રજાતિને લઈને અભ્યાસ કરી રહ્યા હતા.

હવે વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, આનુવંશિક વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે, આ માદા ફર્નાડીના જાયન્ટ કાચબો (ચેલોનોઈડિસ ફેન્ટસ્ટિક્સ) છે. તે પછીથી પર્યાવરણના ક્ષેત્રમાં સક્રિય વૈજ્ઞાનિકોએ ખુશી વ્યક્ત કરી છે. આ દ્વીપસમૂહ પર હાલમાં લેટિન અમેરિકાના દેશ ઈક્વાડોરનો કબજાે છે. આ અહેવાલ બાદ ઈક્વાડોરના પર્યાવરણ મંત્રી ગુસ્તાવો મેનરિકએ ટિ્‌વટર પર આ અહેવાલની પુષ્ટિ કરતા લખ્યું- ‘આશા હજુ જીવે છે.’

કાચબાની આ પ્રજાતિનો ગેલાપાગોસ દ્વીપસમૂહમાં ફરવા આવનારા યુરોપીયન અને કોલોનિયનએ માંસ માટે ખૂબ શિકાર કર્યો. તેમના આડેધડ શિકારની ઝપેટમાં આ દ્વીપસમૂહમાં મળી આવતા કાચબાની ઘણી પ્રજાતિઓ આવી. પરંતુ, ફર્નાન્ડીના દ્વીપ પર મળથીા ચેલોનોઈડિસ ફેન્ટાસ્ટિક્સ કાચબા વિલુપ્ત થઈ ગયા હતા. આ પ્રજાતિના કાચબાને છેલ્લે ૧૯૦૬માં જાેવામાં આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.