Western Times News

Gujarati News

કોવેક્સિનના છ કરોડ ડોઝ સામે માત્ર ૨.૧ કરોડ ડોઝનો વપરાશ

વેક્સિનેશનના આંકડામાં તફાવતે વિવાદ સર્જ્‌યો
નવી દિલ્હી,દેશમાં જ બની રહેલી કોરોનાની બે રસી પૈકીની એક કોવેક્સિનના પ્રોડક્શન અને તેના વેક્સિનેશનના આંકડા વચ્ચે મેળ ખાઈ રહ્યો નથી.

સરકારી આંકડા પ્રમાણે ભારત બાયોટેક કપનીની કોવેક્સિન રસીના ૨.૧ કરોડ જેટલા ડોઝ ગુરુવારે સવાર સુધીમાં લોકોને મુકવામાં આવ્યા છે. કંપની અને કેન્દ્ર સરકારના નિવેદનો પર નજર નાંખવામાં આવે તો દેશમાં આ રસીના ઓછામાં ઓછા ૬ કરોડ ડોઝ ઉપલબ્ધ હોવા જાેઈએ. આવામાં બીજા ચાર કરોડ ડોઝ ક્યાં ગયા તે સવાલ ઉભો થયો છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે ભારત બાયોટેક કંપનીના સીએમડી કૃષ્ણા એલાએ ૨૦ એપ્રિલે કહ્યુ હતુ કે, માર્ચમાં ૧.૫ કરોડ અને એપ્રિલમાં બે કરોડ ડોઝનુ પ્રોડક્શન થયુ હતુ.જ્યારે મે મહિનામં ૩ કરોડ ડોઝનુ ઉત્પાદન થવાની શક્યતા છે. જાે માની લેવામાં આવે કે, આ જ સ્પીડમાં વેક્સીનનુ પ્રોડક્શનના થયુ હોય તો પણ કમસેકમ ૨ કરોડ ડોઝ તો મે મહિનામાં બન્યા હશે તેવુ માની શકાય છે.

કેન્દ્ર સરકારના સોગંદનામામાં કહેવાયુ છે કે, કોવેક્સિનનુ ઉત્પાદન દર મહિને બે કરોડ ડોઝનુ છે. એ પ્રમાણે તો ત્રણ મહિનામાં ૬ કરોડ ડોઝનુ પ્રોડક્સન થયુ હશે. કંપનીએ ૫ જાન્યુઆરીએ વેક્સિનેશન શરુ થતા પહેલા પણ કહ્યુ હતુ કે, કંપનીએ વેક્સીનના બે કરો઼ડ ડોઝનો સ્ટોક કરી લીધો છે. આમ કુલ મળીને તો ૮ કરોડ જેટલા ડોઝ થવા જાય છે.

શક્ય છે કે, વેક્સિનની ડિપ્લોમસીના ભાગરુપે કેટલોક જથ્થો તે વખતે એક્સપોર્ટ કરવામાં આવ્યો હતો. જાેકે ભારતમાંથી કોરોનાની રસીના કુલ ૬.૬ કરોડ ડોઝ એક્સપોર્ટ થયા છે. જેમાં મોટો હિસ્સો કોવિશિલ્ડનો છે. એક્સપોર્ટ થયેલા કુલ ડોઝમાં કોવેકિસનના ૨ કરોડ ડોઝ હોય તો પણ ભારતમાં ૬ કરોડ ડોઝનો હિસાબ હોવો જાેઈએ.

તેની જગ્યાએ ૨.૧ જ કરોડ ડોઝ અપાયા હોય તો બાકીની વેક્સિન કયા છે. કોવેક્સિન માટેની અછતની બૂમો રાજ્યો પાડી રહ્યા છે. ૧૪ નાના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા છે જ્યાં કો વેક્સિનનો એક પણ ડોઝ અપાયો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.