Western Times News

Gujarati News

કાલોલના સ્ટેમ્પ વેન્ડરની હત્યા કરી લાશ કેનાલમા નાખી દેનાર બે ઈસમોને પોલીસે દબોચ્યા

ગોધરા, પંચમહાલ જીલ્લાના કાલોલ ખાતે રહેતા સ્ટેમ્પ વેન્ડર વસીમ અદાની નર્મદા કેનાલમાંથી ૨૯ એપ્રિલના રોજ મળી આવેલી લાશના મામલે એલસીબી શાખાએ ટેકનીકલ પધ્ધતિ અને ઝીણવટભરી તપાસના આધારે ભેદ ઉકેલી નાખ્યો છે.પરિવારજનો દ્વારા વસીમ અદા ની હત્યા થઈ હોવાની શંકા વ્યકત કરવામા પણ આવી રહ્યો હતો.

એલસીબી દ્વારા બે ઈસમોની ધરપકડ કરવામા આવી છે.પકડાયેલા આરોપી ઇસમ દ્વારા પોલીસ સમક્ષ સનસનીખેજ ખુલાસા કરવામા આવ્યા છે. પંચમહાલ જીલ્લાના કાલોલ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી કાલોલમાં સ્ટેમ્પ વેન્ડર તરીકે કાર્યરત વસીમ અદાની લાશ શક્તિપુરા ગામ પાસે નર્મદા એપ્રિલ મહિનામાં મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.વસીમના પરિવારજનો દ્વારા તેની હત્યા કરી નાખી હોવાની શંકા કરવામા આવી હતી.

જેને લઈને કાલોલ પોલીસ મથકમા ફરિયાદ નોધાવી હતી.આ તપાસ ગોધરા જીલ્લા એલસીબી પોલીસ દ્વારા કરવામા આવી હતી.જેમા એલસીબી દ્વારા નાસીર અદાના મોબાઈલ નંબરોની ટેકનીકલ એનાલીસીસ કરવામાં આવતા શંકાસ્પદ નંબરની વિગતો તપાસવામા આવતા તે નંબર કલ્પેશકુમાર પર્વતસિંહ પરમારનો હોવાની વિગતો સામે આવી હતીતેને ખાનગી રાહે કણજરી ખાતે કબજા હેઠળ લઈને પુછપરછ કરતા વસીમ અદાની હત્યા કેમ કરી તેની વિગતો એલસીબી પોલીસ સમક્ષ જણાવી હતી.

કલ્પેશ પરમાર ને મમતા (નામ બદલ્યુ છે) યુવતી સાથે પ્રેમસંબધ હતો.વસીમ મમતાના મોબાઈલ નંબર પર મરણ જનાર વસીમ અદા ખોટા અને બીભસ્ત મેસેજકરતો હતો. જેની જાણ કલ્પેશ પરમારને થઈ જતા વસીમને આ રીતે મમતાને હેરાન નહી કરવાનુ હોવાનુ જણાવ્યુ હતુ.ત્યારે ૨૮ એપ્રિલના રોજ મરણજનારે વસીમે અદાએ કલ્પેશ પરમારને એમ કહેતા કે તુ મારી અને મમતાની વચ્ચે પડી નહી.હુ તેના થનાર પતિને બધી વાતો કરી દઈશ.ત્યારે કલ્પેશ પરમારે વસીમના સમાજના માણસોને મળીને મમતાને હેરાન નહી કરવા માટે સમજાવાનો પ્રયત્ન કર્યો હતો.

મરણજનાર વસીમે અદાએ કલ્પેશ પરમારને હુ હાલોલમાં છુ, હુ તને મળવા આવુ છુ તુ ખરો બાપુ હોય તો કંજરી ચોકડી ઉપર મળવા આવ તેમ કહ્યુ હતુ. આથી કલ્પેશ પરમાર તેના મિત્ર અક્ષય ચાવડાને ફોર વ્હીલર ગાડીમાં લઈને હાલોલ નજીક ના કંજરી ચોકડી પાસેગયા હતા.ત્યા વસીમ અદા બાઈક લઈને ઉભો હતો.ત્યા કલ્પેશ પરમારે આપણે શાંતિથી વાત કરીએ તેમ કહીને વસીમને ગાડીમાં બેસાડી મમતાને હેરાન નહી કરવાનુ જણાવ્યુ હતુ

આ વાતચીત દરમિયાન વસીમ અદાએ મમતાના ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપતા કલ્પેશ પરમારે વસીમનુ કલ્પેશ પરમારે ગળુ પકડીને ડીસમીસનો ભાગ મારીને સીટની નેટથી ગળુ દબાવી દીઘુ હતુ.જેમા અક્ષય ચાવડાએ હાથ પકડી રાખ્યા હતા.

જેથી ગુંગળાવાના કારણે વસીમ અદા નું મોત થતા તેની લાશ કારની ડેકીમાં નાખીને શકિતપુરા પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નાખી દીધી હતી.અને વસીમના ત્રણ મોબાઈલ પણ પાણીમા ફેકી દીધા હતા. સ્ટેમ્પ વેન્ડર વસીમની હત્યા કરી તેની લાશને નર્મદા કેનાલમાં નાખી દઈ કલ્પેશ તેની પ્રેમિકા મમતાને લઇને બાઇક ઉપર બેસાડીને બોડેલી ખાતે લઈ ગયેલો હતો.જયા પસાર થતી નર્મદા કેનાલ પાસે બાઈક મૂકી દીધી હતી.જેથી બંને જણાએ આત્મહત્યા કરી લીધી હશે તેવુ સમજી પોલીસ તપાસ કરશે નહી તેવી તરકીબ અજમાવી હતી.

ત્યાથી તેઓ છોટાઉદેપુર ખાતે જઈને મમતાના સબંધીને ફોન કરીને અમે ભાગી આવેલ છે.લગ્ન કરવાના છે.તેમ કહી રહેવાની સગવડ માગતા તા કવાંટના એક ગામમા રહેતા હતા. પંચમહાલ જીલ્લાના કાલોલ પોલીસ મથકે વસીમની લાશ મળી આવાના ગુનામા ફરિયાદ નોધાઈ હતી. જેમાં પંચમહાલ LCB દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામા આવ્યા હતા.પી.આઈ ડી.એન.ચુડાસમા,તેમજ પી.એસ.આઈ ડી.એમ.મછાર તેમજ ટીમના કર્મીઓની મહેનતથી આ હત્યાનો ભેદ ઉકેલી હત્યા કરનાર કલ્પેશ પરમાર તેમજ મદદગારી કરનાર અક્ષય ચાવડાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.