Western Times News

Gujarati News

જર્મનીમાં હવે ૧૨ વર્ષથી વધુ ઉંમરના બાળકોને પણ કોરોનાની રસી મળશે

Files Photo

નવીદિલ્હી: સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીનો અંત લાવવા માટે વેક્સિનેશન અભિયાન પૂરજાેશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધી માત્ર વયસ્ક લોકોને જ કોરોનાની વેક્સિન આપવામાં આવતી હતી પરંતુ હવે અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોમાં બાળકોને ફાઈઝરની વેક્સિન અપાઈ રહી છે. આ બધા વચ્ચે જર્મનીથી પણ એક સારા સમાચાર આવ્યા છે.

હકીકતમાં, અહીં હવે બાળકોને પણ આગામી મહીનેથી કોરોનાની વેક્સિન આપવામાં આવશે. જર્મનીના ચાન્સેલર એંજેલા મર્કેલે જાણકારી આપી હતી કે સેટ જૂનથી કોરોનાની વેક્સિન ૧૨ થી ૧૫ વર્ષના બાળકોને પણ આપવામાં આવશે. આ તરફ યુરોપિયન મેડિકલ એજન્સીએ પહેલા જ ૧૬ થી ૧૮ વર્ષના બાળકોને કોવિડ-૧૯ ની વેક્સિન આપવાની મંજૂરી આપી છે.

એન્જેલા મર્કેલે જણાવ્યું કે, આગામી ૭મી જૂનથી ૧૨ વર્ષથી વધારે ઉંમરના બાળકો વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ લઈ શકશે. જે લોકો પોતાના બાળકોને કોરોના વેક્સિન અપાવવા ઈચ્છે છે તેમને ઓગષ્ટ એટલે કે શાળાની નવી સીઝન પહેલા વેક્સિનના બંને ડોઝ મળી જશે. માતા-પિતાઓને આ જણાવવાનું કે કોઈ પણ બાળક માટે વેક્સિન અનિવાર્ય નહીં રાખવામાં આવે.

શાળાઓમાં વિદ્યાર્થીઓનું વેક્સિનેશન ફરજિયાત નહીં હોય. સાથે જ તમે માત્ર વેક્સિન લીધી હોય તેવા બાળકો સાથે જ ફરવા જઈ શકશો તેમ માનવું પણ ખોટું છે. બાળકોમાં વેક્સિનેશનને મહામારી વિરુદ્ધની લડાઈમાં હાર્ડ ઇમ્યુનિટી બનવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં તરીકે જાેવામાં આવી રહ્યું છે.

આ જ મે મહીનામાં કેનેડાના આરોગ્ય સચિને ૧૨ થી ૧૬ વર્ષના બાળકો માટે ફાઇઝર કંપનીની કોરોના વેક્સિનને મંજૂરી આપી છે. આ ઉપરાંત અમેરિકા સહિત ઘણા ખડી દેશોમાં પણ બાળકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ફાઇઝરે માર્ચના અંતમાં અમેરિકામાં ૧૨ થી ૧૫ વર્ષના ૨,૨૬૦ સ્વયંસેવકો પર કરેલા અભ્યાસમાં શરૂઆતી પરિણામ જાહેર કર્યું હતું. જેના દ્વારા જાણવા મળ્યું હતું કે વેક્સિન લઈ ચૂકેલા બાળકોમાંથી કોઈમાં પણ કોરોનાનો કેસ જાેવા મળ્યો નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.