Western Times News

Gujarati News

હેપ્પી હાઈપોક્સિયા કોરોના દર્દીઓ માટે ખુબ ખતરનાક

Files Photo

હેપ્પી હાઈપોક્સિયાની સ્થિતિમાં લોહીમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે પરંતુ દર્દીને એ વાતનો અહેસાસ થતો નથી

નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેર દરમિયાન દર્દીઓમાં ઘાતક બીમારીના અનેક રહસ્યમય સ્વરૂપ સામે આવ્યા છે. જેમાંથી એક છે હેપ્પી હાઈપોક્સિયા. બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોક્સિયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે. બીજી લહેર દરમિયાન હોસ્પિટલોમાં દાખલ થનારા મોટાભાગના યુવાઓથી પીડિત હોવાની સંખ્યા સતત વધી રહી છે.

હેપ્પી હાઈપોક્સિયાને કોવિડ-૧૯ માટે સાઈલેન્ટ કિલર પણ કહેવાઈ રહ્યું છે. બીજી લહેર દરમિયાન યુવાઓના સૌથી વધુ મોતનું કારણ પણ હેપ્પી હાઈપોક્સિયાને જ ગણવામાં આવ્યું છે. હકીકતમાં હેપ્પી હાઈપોક્સિયા કોરોના દર્દીને અસલ સ્થિતિથી અજાણ રાખે છે. મેડિકલ એક્સપર્ટના જણાવ્યાં મુજબ હેપ્પી હાઈપોક્સિયાની સ્થિતિમાં લોહીમાં ઓક્સિજન લેવલ ખુબ જ ઓછું થઈ જાય છે પરંતુ આમ છતાં દર્દીને એ વાતનો અહેસાસ થતો નથી. દર્દીને લાગે છે કે બધુ સામાન્ય જ છે. આ સ્થિતિ જીવલેણ બની જાય છે. ડોક્ટરોએ જાણ્યું કે હેપ્પી હાઈપોક્સિયાથી પીડિત દર્દીમાં ઓક્સિજન ઓછું થયા બાદ, શરીરના અનેક અંગ કામ કરવાનું બંધ કરવા લાગે છે. પરંતુ દર્દીને જાેઈને એવું લાગશે કે તે એકદમ ઠીક છે. મોટાભાગના દર્દી સામાન્ય રીતે ઉઠી બેસી શકે છે. વાતચીત કરતા રહે છે, ફોનનો ઉપયોગ પણ કરતા રહે છે.

પરંતુ અંદરો અંદર મોટું નુકસાન થતું રહે છે. આ બીમારીની સૌથી વધુ અસર કોવિડ-૧૯ સંક્રમિત યુવાઓ પર થઈ. યુવાઓમાં સંક્રમણના ઘણા દિવસો બાદ પણ શ્વાસ ફૂલવા જેવા લક્ષણની ખબર પડતી નથી. જ્યારે હેપ્પી હાઈપોક્સિયાથી પીડિત કોવિડ-૧૯થી સંક્રમિત દર્દીનું ઓક્સિજન લેવલ ૪૦ ટકા સુધી પહોંચી જાય છે. ડોક્ટરોના જણાવ્યાં મુજબ પલ્સ ઓક્સિમીટરની સાથે બ્લડ ઓક્સિજન લેવલની તપાસ કરો.

ભલે કોઈ પણ કોરોના દર્દીને શ્વાસ લેવામાં કોઈ મુશ્કેલી ન પડતી હોય પરંતુ માત્ર તાવ, ગળામાં ખારાશ વગેરે હોય તો સાવધ થઈ જાઓ. તજજ્ઞોનું કહેવું છે કે નિયમિત રીતે કોવિડ-૧૯ના લક્ષણો ઉપરાંત, હેપ્પી હાઈપોક્સિયાવાળા દર્દીઓની સ્કિનનો રંગ રીંગણી કે લાલ થઈ જશે. હોઠનો રંગ પીળો કે વાદળી થઈ જશે અને કોઈ પણ શારીરિક શ્રમ ન કરો તો પણ ખુબ પરસેવો વળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.