Western Times News

Gujarati News

કેન્દ્ર દ્વારા મળવાપાત્ર રકમ ગુજરાતને નહીં મળે તો આર્થિક સ્થિતિ વિકટ બનશે

ગાંધીનગર: ગુજરાતમાં બે વર્ષથી કોરોનાના કારણે લોકડાઉનની સ્થિતિના કારણે સરકાર – વહીવટીતંત્ર અને પ્રજા પર તેની વિપરિત અસર થઇ છે. જેમાં ગુજરાત સરકારની તિજાેરીને પણ કોરોનાનું ગ્રહણ લાગતાં વેરાની મળવાપાત્ર આવક ઉપરાંત કેન્દ્ર તરફથી રાજ્યને મળવાપાત્ર હિસ્સામાં ઘટાડો થયો છે. રાજ્યની તિજાેરીમાં થતાં ખર્ચમાં સૌથી વધુ ખર્ચ આરોગ્યવિભાગમાં થયો હોવાનું તારણ પણ બહાર આવ્યું છે.

ગુજરાતસરકારના બજેટમાં વર્ષ-૨૦૨૦-૨૧માં ૨ લાખ ૦૭ હજાર ૭૦૩ કરોડ આવકનો અંદાજ દર્શાવવામાં આવ્યો હતો. જેની સામે સરકારની તિજાેરીમાં વાસ્તવિક ૧ લાખ ૭૭ હજાર ૭૯૨ કરોડ આવક થઇ હતી. એટલે કે બજેટના અંદાજ કરતાં સરકારની તિજાેરીમાં ૧૪ ટકા આવકમાં ઘટાડો થયો હતો.

આ જ રીતે ખર્ચની વાત કરીએ તો વર્ષ-૨૦૨૦-૨૧માં ૨ લાખ ૦૬ હજાર ૪૫૯ કરોડ ખર્ચના અંદાજ સામે વાસ્તવિક રીતે ૧ લાખ ૭૬ હજાર ૫૫૯ કરોડ ખર્ચ થયો હતો. જે યોગાનુંયોગ આવકના પ્રમાણમાં સરભર થાય છે. પરંતુ રાજ્ય દ્વારા વસૂલાતાં વેરા અને કેન્દ્ર દ્વારા રાજ્યમાંથી વસૂલાતાં વેરામાંથી રાજ્યને મળવાપાત્ર વેરામાં થયેલાં ઘરખમ અનુક્રમે ૩૧ અને ૪૧ ટકા ઘટાડાના કારણે રાજ્યની તિજાેરીને વિપરિત અસર થઇ છે.

આગામી સમયમાં કેન્દ્ર દ્વારા અને રાજ્યની વસૂલાતમાં મળવાપાત્ર વેરાની રકમ ગુજરાત સરકારની તિજાેરીમાં નહીં આવે તો તિજાેરીમાં તૂટ પાડવાનું મનાય છે. ત્યારે હવે કોરોનાના પગલે લાગેલાં નિયંત્રણ દૂર થાય અને વેપાર-ધંધા-વ્યવસાય અને ઉદ્યોગોમાં ગતિ આવે તો જ ગુજરાતની આર્થિક સ્થિતિ સુધરી શકે મ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી ૪-જૂન-એ વધુ એક વાર મીની લોકડાઉન અને રાત્રિ કરફ્યુની મુદત પૂર્ણ થઇ રહી છે ત્યારે હવે રાજ્યની આર્થિકસ્થિતિ સુધારવાની સાથે પ્રજાને આવક રળવાની તક સાંપડે તે હેતુ નિયંત્રણમાં વધુ મુક્તિ આપવાની ગુજરાતની પ્રજા પણ ઇચ્છે છે..ત્યારે ૪-જૂને પૂર્ણ થતી મુદતના પગલે આખરી ર્નિણય પર સૌની નજર રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.