Western Times News

Gujarati News

ખાધતેલના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાય તેવી માંગ ઉઠી

Files Photo

છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય તેલમાં આવેલો અસહ્ય ઉછાળાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે

નવી દિલ્હી: છેલ્લા ઘણા મહિનામાં ખાદ્ય તેલમાં આવેલો અસહ્ય ઉછાળો ગૃહિણીઓના બજેટ બગાડી રહ્યો છે. ત્યારે ખાધતેલના ભાવ ઘટાડવા માટે પગલાં લેવાય તેવી માંગ ઉઠી છે. આજે અહીં ખાદ્યતેલમાં ભાવ વધારા પાછળનું કારણ અને સરકાર પાસેના વિકલ્પો અંગે માહિતી આપવામાં આવી છે. મગફળી, સરસવ (મસ્ટર્ડ), વનસ્પતિ, સોયા, સૂર્યમુખી અને પામ તેલમાં છેલ્લા એક વર્ષમાં ૨૦ ટકાથી ૫૬ ટકાનો વધારો થયો હોવાનું ગ્રાહકને લગતી બાબતોના વિભાગના ડેટા કહી રહ્યા છે. મસ્ટર્ડ ઓઇલ(પેક)નો છૂટક ભાવ ગયા વર્ષે ૨૮ મેના રોજ ૧૧૮ રૂપિયા કિલો હતો.

જ્યારે આ વર્ષે ૨૮મી મેના રોજ ૪૪ ટકા વધીને ૧૭૧ રૂપિયા પ્રતિ કિલો થયા હતા. આવી રીતે સોયા ઓઇલ અને સનફ્લાવર ઓઇલમાં પણ એક વર્ષથી ૫૦ ટકાનો વધારો થયો છે. તમામ છ ખાદ્યતેલોના માસિક સરેરાશ છૂટક ભાવ મે ૨૦૨૧માં ૧૧ વર્ષની ટોચની સપાટીએ પહોંચી ગયા હતા. એક તરફ કોરોના અને બીજી તરફ ખાદ્યતેલમાં ભાવ વધારો લોકો માટે મુશ્કેલ બન્યો હતો. આવક વધતા અને બદલાતી ખાદ્ય અદતોના કારણે ખાદ્યતેલોનો વપરાશ વર્ષોથી વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મસ્ટર્ડ ઓઇલ જ્યારે શહેરી વિસ્તારોમાં સનફ્લાવર, સોયાબીન સહિતના રિફાઇન ઓઈલનો વપરાશ વધુ છે. વર્ષ ૧૯૯૩-૯૪ અને ૨૦૦૪-૦૫ વચ્ચે ખાદ્ય તેલોનો માસિક માથાદીઠ વપરાશ ગ્રામ્ય વિસ્તારોમાં ૦.૩૭ કિલોથી વધીને ૦.૪૮ કિગ્રા થયો હતો. આવી રીતે શહેરી વિસ્તારોમાં તે ૦.૫૬ કિલોથી વધીને ૦.૬૬ કિલો થયો હતો.

૨૦૧૧-૧૨ સુધીમાં વપરાશ ગ્રામીણ વિસ્તારોમાં ૦.૬૭ કિલો અને શહેરી વિસ્તારોમાં ૦.૮૫ કિગ્રા થવા પામ્યો હતો. વેજીટેબલ ઓઇલના સ્થાનિક સ્રોતો તેમજ આયાતમાં સતત વધારો માંગમાં વધારો સૂચવી રહ્યો છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયના મત મુજબ દેશમાં વેજીટેબલ ઓઇલની માથાદીઠ ઉપલબ્ધતા છેલ્લા પાંચ વર્ષથી વાર્ષિક ૧૯.૧૦ કિગ્રાથી ૧૯.૮૦ કિલોની રેન્જમાં છે. વેજીટેબલ ઓઇલની માંગ ૨૦૧૫-૧૬થી ૨૦૧૯-૨૦ વચ્ચે ૨૩.૪૮, ૨૫.૯૨ મિલિયન ટનની રેન્જમાં છે તેવું કૃષિ મંત્રાલયના આંકડા કહે છે.

આ સમયમાં ડોમેસ્ટિક સપ્લાઈ ૮.૫૩-૧૦.૬૫ મિલિયન ટન જેટલી નીચી હતી. ૨૦૧૯-૨૦માં ખાદ્યતેલ માંગ ૨૪ મિલિયન ટન હતી, જ્યારે ડોમેસ્ટિક ઉપલબ્ધતા ૧૦.૬૫ મિલિયન ટન હતી. જેમાં પ્રાથમિક સ્ત્રોત મસ્ટર્ડ અને મગફળી તથા ગૌણ સ્ત્રોત કોકોનટ, પામ અને કોટનનો સમાવેશ થાય છે. માંગ અને સ્થાનિક જથ્થા વચ્ચે ૧૩ મિલિયન ટન જેટલું તોતિંગ ગાબડું પડ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.