Western Times News

Gujarati News

ગુજરાતની આઠ બેંકોમાં ૬૭૮.૯૩ કરોડની છેતરપિંડી

Files Photo

સીબીઆઈની ટીમે ગુજરાતમાં ૬ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓ સાથે સંબંધિત પુરાવા, દસ્તાવેજાે જપ્ત કર્યા

અમદાવાદ: કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈની ટીમને ગુજરાત સ્થિત બેંક ઓફ ઈન્ડિયા સાથે જાેડાયેલા એક બેંક લોનની છેતરપીંડીનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં સીબીઆઈએ એફઆઈઆર કરી તપાસ શરૂ કરી છે. સીબીઆઈ હેડક્વાર્ટરમાં કામ કરતા અધિકારીના જણાવ્યા અનુસાર આ કેસ ગુજરાતના મહેસાણામાં સ્થિત મેસર્સ વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિમિટેડ નામની કંપની સાથે સંબંધ છે.

આ કંપનીના ડાયરેક્ટરો સામે બેંક લોન છેતરપિંડી અંગેનો કેસ કરવામાં આવ્યો છે. સીબીઆઈએ ખાનગી કંપની મેસર્સ વિમલ ઓઇલ એન્ડ ફૂડ લિમિટેડ અને તેના ચાર ડિરેક્ટર વિરુદ્ધ ૮ બેન્કોમાંથી આશરે ૬૭૮.૯૩ કરોડ રૂપિયાનું નુકસાન કર્યાનો કેસ કર્યો હતો. અને ત્યારબાદ આ મામલે કાર્યવાહી કરીને સીબીઆઈની ટીમે ગુજરાતમાં ૬ સ્થળોએ દરોડા પાડીને આરોપીઓ સાથે સંબંધિત પુરાવા અને દસ્તાવેજાે જપ્ત કર્યા હતા. સીબીઆઈએ મહેસાણામાં આવેલી કંપની અને તેના ચાર ડાયરેક્ટર અને અજાણ્યા અજ્ઞાત લોકો સામે બેંક ઓફ ઇન્ડિયા તરફથી મળેલી ફરિયાદના આધારે કેસ નોંધ્યો હતો.

જેમાં આરોપ છે કે, રૂપિયા ૮૧૦ કરોડની વિવિધ ધિરાણ સુવિધાઓ બેંક ઓફ ઇન્ડિયા અને ૦૮ અન્ય સભ્ય દ્વારા આરોપીઓને આ રકમ મંજૂરી કરવામાં આવી હતી. આ સાથે જ આરોપીઓએ ૨૦૧૪થી ૨૦૧૭ના સમયગાળા દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી બેંક સાથે છેતરપિંડી કરી હોવાનો આરોપ લગાવામાં આવ્યો છે. જેના કારણે બેંકોને આશરે ૬૭૮.૯૩ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. તેથી, તપાસ એજન્સી હવે આ કેસમાં તમામ એકમોની તપાસ કરી રહી છે

તમામ આરોપીઓના નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએથી પુરાવા અને દસ્તાવેજાે મેળવી રહી છે. સીબીઆઈ સૂત્રોના જણાવ્યા અનુસાર દરોડા દરમિયાન ઘણા મોબાઇલ ફોન અને કોમ્પ્યુટર તથા લેપટોપ ફોરેન્સિક લેબ્સ પર મોકલવામાં આવશે અને તેઓની તપાસ કરવામાં આવશે. સીબીઆઈને મળેલી માહિતી અનુસાર, ઘણી બેંકો પાસેથી મળતી લોનની રકમ અન્ય ઘણાં બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.

આ સાથે, લોન લેવાના કારણને લીધે રકમ અન્ય કોઈ પ્રોજેક્ટમાં રોકવામાં આવી ન હતી. સીબીઆઈના રડાર પર આવી પાર્ટીઓ સાથેના વેચાણ વ્યવહાર કે જે ખાદ્યતેલોના વેપાર અથવા ઉત્પાદન પ્રવૃત્તિમાં સામેલ ન હતા, આ સાથે જ આરોપીઓ દ્વારા બેંક રસીદનો ઉપયોગ કરીને અન્ય વસુઓ ખરીદવામાં આવી હતી, સીબીઆઈની ટીમ દ્વારા વહેલી તકે આ કેસમાં અન્ય આરોપીઓને પણ નોટીસ મોકલવામાં આવી શકે છે. તપાસ બાદ આ બેન્ક છેતરપિંડીમાં અનેક આરોપીઓની ઘરપકડ કરવામાં આવી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.