Western Times News

Gujarati News

બ્રિટનમાં લગભગ ૧૦ મહિના બાદ એક પણ કોરોનાથી મોત નથી થયું

Files Photo

લંડન: દુનિયા માટે ઈઝરાયલ અને બ્રિટનથી સારા સમાચાર આવી રહ્યા છે. ઈઝરાયલમાં લગભગ ૮૦ ટકા વયસ્કોને કોરોનાની રસી અપાઈ ચૂકી છે. આની સાથે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે. બીજી તરફ બ્રિટનમાં ઝડપથી રસીકરણ થયા બાદ ફાયદા જાેવા મળી રહ્યા છે. બ્રિટનમાં લગભગ ૧૦ મહિના બાદ પહેલીવાર એવું થયું છે કે મંગળવારે એક પણ મોત નથી થયું. ઈઝરાયલમાં હર્ડ ઈમ્યુનિટી આવ્યા બાદ દર રોજ કોરોના વાયરસના સરેરાશ ૧૫ કેસ આવે છે. એક વર્ષ બાદ આ સૌથી ઓછી સંખ્યા છે. ઈઝરાયલની આ સ્થિતિ ઘણી ઉત્સાહજનક છે.

ઈઝરાયલમાં બાકી બચેલા કોરોના વાયરસ પ્રતિબંધોને હટાવી દેવામાં આવી છે. હવે લોકોને રેસ્ટોરન્ટ, રમતગમત કાર્યક્રમો અથવા સિનેમાં હોલમાં જતા પહેલા રસીકરણના પુરાવા આપવા પડતા નથી. ઈઝરાયલમાં સ્કુલો ખોલી દેવાઈ છે. આખા દેશમાં રેલી કે સભા કરી શકાય છે. હવે માત્ર એક પ્રતિબંધ લાગુ છે કે સાર્વજનિક ઘરોની અંદર માસ્ક પહેરવું જરુરી છે. મનાઈ રહ્યુ છે કે આ પ્રતિબંધ પણ આવનારા અઠવાડિયામાં હટાવી દેવાશે. ઈઝરાયલમાં પ્રવેશ સમયે કેટલીક જવાબદારીઓ લાગુ કરવામાં આવશે.

ઈઝરાયલમાં સરકારી પ્રતિબંધોને લગભગ સંપૂર્ણ રીતે હટાવી દીધા બાદ તથાકથિત ગ્રીન પાસપોર્ટ હેઠળના નિયમ સમાપ્ત થઈ ગયા છે. આનો મતલબ છે કે ભવિષ્યમાં સાર્વજનિક સંસ્થાન રસીકરણ અને બીન રસીકરણ બન્ને માટે ખુલ્લા રહેશે. પ્રવેશ માટે રસીકરણ પ્રમાણ પત્રની જરુર નહી રહે. આ પહેલા વૈજ્ઞાનિકોએ કહ્યુ હતુ કે હર્ડ ઈમ્યુનિટી સુધી પહોંચવા માટે ૭૦થી ૮૫ ટકા લોકોનું રસીકરણ કરવું જરુરી છે. જાે કે ઈઝરાઈલે ૬૦ ટકા વસ્તીનું રસીકરણ કરીને આને મેળવી લીધી છે. જેમાં ૮૦ ટકા વયસ્કો છે. હજુ બાળકોનું રસીકરણ નથી થયું. રવિવારે સૌથી ઓછા મામલા એટલે કે ૪ કેસ નોંધાયા છે. જે સૌથી ઓછા છે.

આ દરમિયાન બ્રિટનમાં પણ કોરોનાથી મરનારાની સંખ્યા મંગળવારે શૂન્ય રહી. લગભગ ૧૦ મહિના બાદ પહેલીવાર આવું બન્યુ છે. જ્યારે બ્રિટનમાં એક દિવસમાં કોઈ વ્યક્તિનું મોત ન થયું હોય. આ દરમિયાન દેશના મુખ્ય વિશેષજ્ઞોએ જાહેરાત કરી કે રસી બ્રિટનમાં કામ કરી રહી છે. જાે કે ભારતમાં મળેલા નવા વેરિએન્ટના કારણે અહીં પ્રતિબંધોની છુટમાં મોડુ થઈ રહ્યું છે. બ્રિટનમાં રવિવારે ૬ લોકોના, સોમવારે ૧ વ્યક્તિ અને બુધવારે શૂન્ય મોતનો આંક નોંધાયો છે. જાે કે હજું પણ સંક્રમણના મામલા આવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે સમગ્ર વિશ્વમાં કેસ ૧૭.૦૫ કરોડ થયા છે. જ્યારે ૩૫.૪ લાખ લોકોના મોત થયા છે. સૌથી વધારે મામલા અને મોત અમેરિકામાં નોંધાયા છે. તે ક્રમશઃ ૩૩,૨૬૪,૩૮૦ અને ૫૯૪,૫૬૮ છે. ભારતમાં ૨૮,૦૪૭,૫૩૪ કેસ નોંધાતા તે બીજા નંબર પર છે. સીએસએસઈના આંકડા અનુસાર ૩૦ લાખથી વધારે મામલા વાળા દેશોમાં બ્રાઝિલ ૧૬,૫૪૫,૫૫૪, ફ્રાન્સ ૫,૭૨૮,૭૮૮, તુર્કી ૫,૨૪૯,૪૦૪, રશિયા ૫,૦૧૩,૫૧૨, યૂકે ૪,૫૦૩,૨૨૪, ઈટલી ૪,૨૧૭,૮૨૧ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.