Western Times News

Gujarati News

ભરૂચના માં નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ શહેર જીલ્લામાં કોરોના મહામારીના કારણે વ્યક્તિઓ સહીત ગોલ્ડન બ્રિજની સમાંતર બની રહેલા નર્મદા મૈયા બ્રિજને કોરોનાનું ગ્રહણ નડ્યું હતું.કોરોનામાં લોકોને વધુ પડતા ઓક્સિજનનો જથ્થો આપવાની જરૂરત ઉભી થવાના કારણે બ્રિજ ઉપર વેલ્ડિંગ થી જાેઈન્ટની કામગીરીમાં અટકી પડી હતી.

જાેકે હવે પુરવઠો મળી રહેતા વહેલી તકે કામગીરી પૂર્ણ થવાના અણસાર મળ્યા છે. નર્મદા નદી ઉપર બનેલા ૧૪૦ વર્ષ જુના ગોલ્ડન બ્રિજ ઉપર વાહનોનું ભારણ વધતા તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે ૨૦૧૫ માં આકાર લેનારા નવા ફોરલેન બ્રિજ નર્મદા મૈયા બ્રિજનું ભૂમિ પૂજન કરાયું હતું.

આ બ્રિજ થી ભરૂચ અને અંક્લેશ્વરને ટિ્‌વન સિટી બનાવવાનું સ્વપ્ન સાકાર થશે તેવી આશા વ્યક્ત કરાય રહી છે.છેલ્લા ૬ વર્ષ દરમ્યાન બ્રિજનું એકસટેંશન વધતા બ્રિજની કામગીરી સમાપ્તિ થવામાં ઘણો સમય લાગી ગયો છે.કસક ગરનાળા પાસે વચ્ચે બ્રિજની કામગીરી માટે એક મહિનો બંધ કરવાનું જાહેરનામું પણ પ્રસિદ્ધ કરાયું હતું.પરંતુ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને ધ્યાનમાં રાખીને તે જાહેરનામું મોકૂફ રખાયું હતું.

ત્યાર બાદ કોરાનાની બીજી લહેરના કારણે હોસ્પિટલોમાં ઓક્સિજનની ખપત વધી જવાના કારણે ઉદ્યોગો અને ખાનગી કામગીરી કરતા લોકોને ઓક્સિજન નહીં મળતા ભારે નુકસાની પણ વેઠવી પડી હતી. નેશનલ હાઈવે ઉપર આવેલ મુલદ ટોલનાકા પાસે અવારનવાર ટ્રાફિકજામ સર્જાય છે.ત્યારે વાહનોને ગોલ્ડન બ્રિજ તરફ ડાયવર્ટ કરાય છે.

ગોલ્ડન બ્રિજ પર પણ સિમિત જગ્યાને કારણે લાઈટ વેઈટ વાહનોની કતાર લાગે છે.ભરૂચ નજીક નર્મદા નદી ઉપર ગોલ્ડન બ્રિજની જુમાં નિર્માણ પામી રહેલા નર્મદા મૈયા બ્રિજની ૯૦ ટકા કામગીરી હાલમાં પૂર્ણ કરી દેવાઈ છે.છેલ્લા ૨ મહિનામાં કોરોનાના કેસ વધતા જીલ્લામાં ઓક્સિજનની માંગ વધવાના કારણે વેલ્ડિંગ માટે ઓક્સિજન સિલિન્ડર નહીં મળતા કામ અટક્યું હતું.

હવે ઓક્સિજન જથ્થો પણ ઉપલબ્ધ થતા લેન્ડિંગ સ્પાનનું કામ પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં નવા બ્રિજની ભેટ ભરૂચને મળશે તેવી આશા ભરૂચના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. આમ કોરોનાનું સંક્રમણ હળવું થતા ધીમેધીમે તમામ ગતિવિધિ પુનઃ ચાલુ થવા લાગી છે ત્યારે નર્મદા મૈયા બ્રિજની કામગીરી પણ ચાલુ થશે તે ભરૂચવાસીઓ માટે સારી વાત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.