Western Times News

Gujarati News

ગુજરાતમાં સિઝનનો વરસાદ ૧૫ થી ૨૨ જૂન સુધીમાં આવી જશે

Files Photo

અમદાવાદ: જગતના તાત માટે આનંદના સમાચાર.. દેશમાં ચોમાસાનું વિધિવત આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે ધીમે ધીમે દેશના અન્ય ભાગોમાં ચોમાસુ સક્રિય થશે. જાે કે હવામાન વિભાગે ૩૧ મેના કેરળમાં ચોમાસાનું આગમને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું હતું. સાથે ૫ દિવસ આગળ પાછળ ચોમાસુ બેસવાનું અનુમાન હતું

પરંતુ હવામાન વિભાગના અનુમાન પ્રમાણે ૩ જૂન એટલે કે આજે ચોમાસાનું કેરળમાં વિધિવત આગમન થઈ ગયું છે.
ગુજરાતમાં ચોમાસુ ૧૫ જુનથી શરૂ થાય છે. હવામાન વિભાગનું અનુમાન છે કે ગુજરાતમાં ચોમાસની સિઝનનો વરસાદ ૧૫ થી ૨૨ જૂન સુધીમાં આવી જશે. જાેકે ગુજરાતમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી ચાલી રહી છે અને થન્ડર સ્ટોમના કારણે પણ કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે. હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહન્તી એ જણાવ્યું છે કે આગામી ૫ દિવસ તાપમાન યથાવત રહશે. તેમજ થન્ડર સ્ટોમ એક્ટિવિટીના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહશે. અન્ય વિસ્તારોમાં ભારે પવન ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

૪ જૂનના રોજ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.,૫ જૂનના રોજ ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની આગાહી તેમજ દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ, આણંદ, ખેડા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને દિવમાં ૩૦ થી ૪૦ કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે.,૬ જૂનના રોજ આણંદ, સુરત, તાપી, ભાવનગર, અમરેલીમાં ભારે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે.

હવામાન વિભાગ મુજબ આ વર્ષે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે, તેમજ જૂનથી સપ્ટેમ્બર મહિનામાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ૯૨ થી ૧૦૮ ટકા વરસાદ થવાનું અનુમાન છે.દક્ષિણ ભારતમાં ૯૩ થી ૧૦૭ ટકા વરસાદનું અનુમાન છે. ઉતરપૂર્વ ભારતમાં ૯૫ ટકા વરસાદ, મધ્યભારતમાં ૧૦૬ ટકા વરસાદ થવાનું પૂર્વાનુમાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.