Western Times News

Gujarati News

સમુદ્રી જીવે ઓક્સિજન વગર જીવી શકાય એ સાબિત કર્યું

નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ જીવ સમુદ્રના જેલીફિશ જેવું દેખાય છે

નવી દિલ્લી, ઓક્સિજન વગર જીવનની કલ્પના કરવી મુશ્કેલ છે. દરેક જીવને ઓક્સિજન જાેઈએ. અલબત્ત આ માન્યતા અત્યાર સુધી ચલણમાં હતી, પણ તાજેતરમાં થયેલા ચોંકાવનારા રિસર્ચમાં ઓક્સિજન વગર પણ જીવી શકનાર જીવ અંગે વિગતો મળી છે.

સેલમન માછલીની અંદર મળી આવેલા પરોપજીવી હેનેગુયા સાલમિનીકોલાની શોધે સદીઓથી ચાલી આવતી તમામ માન્યતા-ધારણાને ધ્રુજાવી નાખી છે. આ શોધના કારણે કદાચ આપણે બધા આ બહુકોષીય જીવની જેમ ઓક્સિજન વિના જીવી શકીએ તે અંગે વિજ્ઞાનિકો વિચારવા લાગ્યા છે. નેશનલ એકેડમી ઓફ સાયન્સમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ આ જીવ સમુદ્રના જીવ જેલીફિશ જેવું દેખાય છે. આ જીવને જીવવા માટે શ્વાસ લેવાની જરૂર જ નથી!

આ અલગ પ્રકારના જીવનની શોધ બાદ હવે વૈજ્ઞાનિકોને સંશોધન માટે નવી દિશાઓ મળી છે. વિજ્ઞાનિકો હવે ઓસ્કિજન વગરના અન્ય ગ્રહ પર આ પ્રકારના જીવની તપાસ તરફ નજર દોડાવશે. ગત વર્ષે શરૂઆતમાં, નેશનલ એકેડેમી ઓફ સાયન્સના સંશોધકોએ અહેવાલ આપ્યો હતો કે, હેનેગ્યુઆ સાલ્મિનીકોલા તરીકે ઓળખાતા આ જીવ સેલેન માછલીના શરીરમાં પરોપજીવીની જેમ જીવે છે.

૧૦ કોશિકાનું સાલમિનીકોલા શ્વાસ લેવાની જરૂર ન પડે તે રીતે પોતાને અનુકૂળ કરી દીધી છે. આ બાબતે ઇઝરાઇલની તેલ અવીવ યુનિવર્સિટીના વિજ્ઞાનિક ડોરોથિ હચને જણાવ્યું હતું કે ઉત્ક્રાંતિ એટલી હદે થઈ શકે તેનો વિજ્ઞાનિકોને કોઈ ખ્યાલ નહોતો. આ શોધથી એવું અનુમાન લગાડી શકાય કે,ભવિષ્યમાં બહુકોશિય જીવો માટે ઓક્સિજનની જરૂરિયાત દૂર થઈ જશે. આ પરોપજીવી કઈ રીતે પોતાના માટે ઉર્જા ઉત્પન્ન કરે છે, તે અંગે હજુ કશું સમજાયું નથી.

જેલીફિશ જેવું દેખાતું આ જીવની મીઠા અને ખારા બંને પાણીમાં રહી શકે છે, જે આ જીવની ખાસ બાબત છે.જાેકે, સેલમન માછલીમાં જાેવા મળતા અન્ય બેક્ટેરિયાની જેમ આ જીવ માણસો માટે ખતરનાક નથી. ઉલ્લેખનીય છે કે, આ શોધ પહેલા વૈજ્ઞાનિકો એવું માનતા હતા કે, ઇવોલ્યુશન દરમિયાન એક કોષીય જીવ ધીમે ધીમે બહુકોષીય જીવમાં બદલાઈ જાય છે.

તેમની શારીરિક સંરચના વધુ જટિલ થઈ જાય છે. બીજી તરફ માછલીની અંદર મળી આવેલા આ ૧૦ કોશિકાવાળા જીવને જાેઈને આ સિદ્ધાંત ખોટો સાબિત થતો હોવાનું અનુભવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.