છેલ્લા ૨૪ કલાકમાં ૧.૩૨ લાખ નવા દર્દીઓ નોંધાયા
એક દિવસમાં ૨૭૧૩ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા, આ સાથે કુલ મૃત્યુઆંક ૩૪૦૭૦૨ પર પહોંચ્યો
નવી દિલ્હી: ભારતમાં હવે કોરોના વાયરસની બીજી લહેર ધીરે ધીરે કંટ્રોલમાં આવવા લાગી છે અને સંક્રમણના નવા કેસની સાથે મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧.૩૨ લાખ કેસ નોંધાયા છે. જ્યારે ૨૭૧૩ લોકોના કોરોનાથી મોત થયા છે. આ અગાઉ ગુરુવારે જાહેર થયેલા આંકડા મુજબ દેશમાં એક જ દિવસમાં કોરોનાના ૧.૩૪ લાખ કેસ નોંધાયા હતા
૨૮૮૭ લોકોના મોત થયા હતા. કેન્દ્રી આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસના નવા ૧,૩૨,૩૬૪ દર્દીઓ નોંધાયા છે. આ સાથે કુલ કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા ૨,૮૫,૭૪,૩૫૦ થઈ ગઈ છે. જેમાંથી ૧૬,૩૫,૯૯૩ દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે.
એક દિવસમાં ૨,૦૭,૦૭૧ દર્દીઓ રિકવર થયા છે. કુલ રિકવર થનારાઓની સંખ્યા ૨,૬૫,૯૭,૬૫૫ થઈ છે. કોરોનાથી થતા મોતના આંકડામાં પણ ઘટાડો થઈ રહ્યો છે.
એક દિવસમાં ૨૭૧૩ દર્દીઓએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા. આ સાથે કુલ મૃત્યુઆંક ૩,૪૦,૭૦૨ પર પહોંચી ગયો છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં ૨૨,૪૧,૦૯,૪૪૮ રસીના ડોઝ અપાયા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના જણાવ્યાં મુજબ છેલ્લા ૨૪ કલાકમાં ૨૦,૭૫,૪૨૮ નમૂનાનું પરીક્ષણ કરાયું છે. આ સાથે અત્યાર સુધીમાં દેશમાં ૩૫,૭૪,૩૩,૮૪૬ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.