Western Times News

Gujarati News

મીકા સિંહે ભસવાનાં અવાજ સાથે તૈયાર કરી નવી ધૂન

મુંબઈ: એન્ટરટેઇનમેન્ટ ડેસ્કઃ મીકા સિંહ અને કમાલ આર ખાનની વચ્ચે સોશિયલ મીડિયા પર ચાલી રહેલો વિવાદ ખત્મ થવાનું નામ જ નથી લઇ રહ્યો. કમાલ આર ખાને મીકા સિંહને અભણ૯ ચિરકુટ-ગવાર કહ્યો તો સિંગરે કેઆરકે પર એક સ્પેશલ ગીત રિલીઝ કરવાનું વિચારી લીધુ છે. હાલમાં તેણએ આ ગીતની ધૂન અને તાલ ફેન્સ સાથે શેર કર્યા અને ગીતને (બાર્કિંગ ડોગ) નામ આપ્યું છે. જે એક કમર્શિયલ ક્લબ સોન્ગ છે.

સોશિયલ મીડિયા પર મીકનું આ ટિ્‌વટ ખુબજ વાયરલ થઇ રહ્યું છે. સલમાન ખાન અને મીકા સિંહ બંનેનાં ફેન્સ આ ધૂનને પસંદ કરી રહ્યાં છે. સલમાન ખાન પર કેઆરકેની ટિપ્પણી બાદ શરૂ થયેલો આ વિવાદ પૂર્ણ થવાનું નામ જ નથી લેતો. સોશિયલ મીડિયા પર મોટી મોટી બહસ બાદ મીકા સિંહએ કેઆરકે પર સમર્પિત એક ગીત રિલીઝ કરવાની જાહેરાત કરી છે. જેની ધૂન અને સંગીત તોશી સાબરીએ તૈયાર કર્યા છે. વીડિયો શેર કરી મીકા લખે છે, હેલો ધૂન અને તાલ લગભગ તૈયાર છે.

હવે અમે ગીત પર કામ કરી રહ્યાં છે. આટલી શાનદાર ધૂન માટે શારી અને તોશીનો આભાર. હું આ સ્પેશલ સોન્ગ ઈંદ્ભઇદ્ભદ્ભેંંટ્ઠ કમાલ આર ખાન માટે બનાવી રહ્યો છું. પણ આ કોમર્શયલ ક્લબ સોન્ગ છે. વીડિયોમાં મીકા અને તોશી પહેલાં ધૂન સંભળાવે છે પછી કોઇ સંગીત વગર કુતરાનાં ભસવાનો અવાજ આવે છે. મીકાની આ ટિ્‌વટ પર ઘણું રિએક્સન આવી રહ્યું છે.

આ પહેલાં કેઆરકેએ મીકા પર ભડાસ કાઢતા એક ટિ્‌વટ કરી હતી. કેઆરકે તેની ટિ્‌વટમાં લખ્યું હતું કે, ‘આ ચિરકુટ, ગવાર સિંગર પોતાને સ્ટ્રોંગ અને અનુરાગ કશ્યલપ, કરન જાેહરને કમજાેર માને છે. આ લુખ્કાનો એક ભાઇ જેલ ગયો. બીજાે ભાઇ જેલ ગયો અને પછી તે પોતે જેલમાં ગયો. આ છે તેની અસલી ઓકાત. કરણ અને અનુરાગનાં ડ્રાઇવરની વેલ્યુ તેનાંથી વધુ છે. અભણ છે કંઇપણ ફેંકશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.