Western Times News

Gujarati News

કોરોના સહાયનું ફોર્મ ભરવાનું આવે તો સાવધાન

Files Photo

કોરોનાથી મૃત્યુ થયું હોય તેમના માટે સરકાર દ્વારા ૪ લાખની સહાય ચુકવવામાં આવતી હોવાનું ફોર્મ વાયરલ

ભાવનગર: વિશ્વની સૌથી મોટી મહામારી કોરોના સામે સમગ્ર વિશ્વ એકજૂથ બની લડી રહ્યું છે, ત્યારે અનેક એવા લેભાગુ તત્વો પણ છે જે એમાંથી વિકૃત આનંદ માણી રહ્યા છે, હાલ ચાલી રહેલા કોરોનાના સમય માં લોકોને મદદ કરવાની તો વાત જ દૂર રહી પણ અમુક તત્વો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે, એવો જ લોકોને ગેરમાર્ગે દોરતો એક મેસેજ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યો છે, જાે કે કલેકટર ગૌરાંગ મકવાણા ના ધ્યાને આવતા આ મેસેજ તદ્દન ખોટો હોવાનું તેમણે જણાવ્યું હતું.

સરકાર દ્વારા સમયાંતરે અનેક પ્રકારની જાહેરાતો કરવામાં આવતી હોય છે જે જાહેરાતોના પ્લેટફોર્મ માટે ટીવી મીડિયા, પ્રિન્ટ મીડિયા તેમજ રેડિયો સંદેશ ને માધ્યમ બનાવવામાં આવે છે, ત્યારે કોરોનાથી જેમનું મૃત્યુ થયું હોય તેમના માટે સરકાર દ્વારા રૂપિયા ૪ લાખની સહાય ચુકવવામાં આવતી હોવાનું એક ફોર્મ અને સંપર્ક નંબર સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે,

પરંતુ આ વાત તદ્દન ખોટી હોવાનું તેમજ જેનાથી કોઈપણ વ્યક્તિઓએ ગેરમાર્ગે ન દોરાવા માટે જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે. વોટ્‌સએપના માધ્યમથી કોરોના મૃતકોને સહાય અંગેનું ફોર્મ વાયરલ થઈ રહ્યું છે. તેમાં એક મોબાઈલ નંબર પણ આપવામાં આવ્યો છે. પરંતુ લોકો જ્યારે તે નંબર પર તેનો સંપર્ક કરવા પ્રયત્ન કરે છે

ત્યારે તે નંબર ઉપર વાતચીત થઈ શકતી નથી. ત્યારે આવી કોઈપણ સહાય ગુજરાત સરકાર દ્વારા ચૂકવવામાં આવતી ન હોવાથી લોકોએ ભરમાવું ન જાેઈએ. તેમજ આ સહાયનું ફોર્મ બનાવટી છે અને સરકાર દ્વારા એવી કોઈ સહાય ચૂકવવામાં આવતી ન હોય જે વાયરલ થયું છે તે ખોટું છે તેમજ કોરોનાકાળમાં લોકોએ સાવચેત રહેવું જરૂરી છે. એવું ભાવનગર કલેકટર ગૌરાંગ મકવાણા એ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.