Western Times News

Gujarati News

ભારત દરેક ક્ષેત્રે આર્ત્મનિભર બનવાની ઈચ્છા રાખે છેઃ મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કાઉન્સિલ ઓફ સાયન્ટીફિક એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઈઆર) સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એક બેઠક સંબોધી હતી. આ બેઠકમાં પીએમ મોદીએ મેડ-ઈન-ઈન્ડિયા વેક્સિન વિકસાવવા બદલ દેશના વિજ્ઞાનીઓની કામગીરીને બિરદાવી હતી. કોરોના મહામારીના સમયમાં કરાયેલી કામગીરી તેમજ એક જ વર્ષમાં રસી તૈયાર કરવા બદલ પીએમએ દેશના સાયન્ટિસ્ટ્‌સની પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે ભારત હાલમાં દરેક ક્ષેત્રે આર્ત્મનિભર અને સશક્ત બનવાની ઈચ્છા રાખે છે. અગાઉ વિદેશમાં કોઈ નવી શોધ થતી તો ભારતમાં તેના અમલ માટે વર્ષો વિતી જતા હતા. પરંતુ હવે આ સંસ્થાના વિજ્ઞાનીઓ વિદેશના તજજ્ઞો સાથે ખભેથી ખભો મિલાવીને ચાલી રહ્યા છે. દેશમાં પણ એજ ગતિથી કામગીરી થઈ રહી છે.

વિશ્વ હાલમાં સૌથી મોટા પડકારનો સામનો કરી રહ્યું છે ત્યારે આજે દેશના વિજ્ઞાનીઓએ એક વર્ષમાં રસી શોધીને સાબિત કરી દીધું છે કે જ્યારે પણ કોઈ સંકટ આવે છે ત્યારે વિજ્ઞાનની મદદથી વધુ ઉત્કૃષ્ટ ભવિષ્યનો રસ્તો મળે છે. આ પ્રસંગે પીએમ મોદીએ આર્ત્મનિભર અને વધુ સશક્ત ભારતનું નિર્માણ કરવા પર ભાર આપ્યો હતો.

કોરોના મહામારીનું જાેર ભલે ઘટ્યું હોય પરંતુ આપણું મનોબળ પહેલા જેવું જ છે. ભારત કૃષિથી લઈને અવકાશ ક્ષેત્ર સુધી, ડિઝાસ્ટર મેનેજમેન્ટથી સંરક્ષણ ટેક્નોલોજી સુધી, વેક્સિનથી વર્ચ્યુઅલ રિયાલિટી અને બાયોટેક્નોલોજીથી બેટરી ટેક્નોલોજી સુધી આત્મ ર્નિભર અને સશક્ત બનવા ઈચ્છે છે.

ભારત આજના સમયમાં સસ્ટનેબલ ટેક્નોલોજી અને સ્વચ્છ ઉર્જાના ક્ષેત્રે વિશ્વનું માર્ગદર્શન કરી રહ્યું છે અને સોફ્ટવેર તેમજ સેટેલાઈટ ડેવલપમેન્ટમાં દેશની ભૂમિકા અન્ય દેશો માટે મહત્વની બની રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.