Western Times News

Gujarati News

AMTS તેમજ BRTS બસો સોમવારથી શરૂ કરાશે

પ્રતિકાત્મક

અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોમવારથી અમદાવાદ શહેરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના મહામારીને કારણે ગત માર્ચ મહિનામાં આ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. છેલ્લા ૩ મહિનાથી બંધ બસ સેવાઓ પુનઃ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. જાે કે, આ બસ સેવા સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી જ ચાલુ રાખવામાં આવશે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે.

ત્યારે કોરોનાની બીજી લહેરનો સામનો કરવા તેમજ કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જેમાં કોરોના ગાઈડલાઈનનું કડક પાલન, શેહરમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવા બંધ, રાત્રી કર્ફ્‌યૂ, મીની લોકડાઉન જેવા મહત્વના પગલાં લેવામાં આવ્યા હતા. જાે કે, રાજ્યમાં ફરી કોરોના કેસમાં ઘટાડો નોંધાતા સરકાર દ્વારા લોકોને થોડી રાહત આપવામાં આવી છે. ત્યારે ગત માર્ચ મહિનામાં કોરોના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો હતો

આ સંક્રમણને અટકાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ બંધ કરવામાં આવી હતી. જાે કે હાલ કોરોના કેસમાં સતત ઘટાડો થતા સોમવારથી અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ૩ મહિનાથી બંધ બસ સેવાઓ ફરી શરૂ કરવામાં આવી રહી છે. જાે કે, આ મામલે ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેન વલ્લભભાઈ પેટલે જણાવ્યું હતું કે,

એએમટીએસ અને બીઆરટીએસ ક્યારે શરૂ થશે એ સવાલ સૌને હતો. ત્યારે અમે સોમવારે એટલે કે ૭ જૂન ૨૦૨૧ થી ૫૦ ટકા બસો શરૂ કરીશું. આ બસોમાં ૫૦ ટકા મુસાફરોને બસમાં બેસાડવામાં આવશે. બસનો સ્ટાફ તેમજ વિજિલન્સના કર્મચારીઓ મળીને ગાઈડલાઈનનું પાલન કરાવીશું. હાલ બસમાં લોકો બેસતાં નથી, કોરોનાના ડરને કારણે આ સ્થિતિ પેદા થઈ છે.

બધા ટર્મિનલ પર ગનથી ટેમ્પરેચર ચકાસણી, માસ્ક ફરજિયાત રહેશે. બસમાં મુસાફરો વધે તો લોકોને સમજાવીશું. સોમવારે હાલ જે બસની કુલ સંખ્યા છે તેની ૫૦ ટકા બસ તમામ રૂટ પર શરૂ થશે. બસ સવારે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધી ચાલશે. દરેક વ્યક્તિએ માસ્ક ફરજિયાત પહેરેલું હોવું જાેઈએ, કોઈ કર્મચારી જાે થૂંકતા કે માસ્ક વગર પકડાશે તો રૂપિયા ૨૦૦ નો દંડ વસુલવામાં આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.