Western Times News

Gujarati News

બુર્કિના ફાસોમાં બંદુકધારીઓએ ગોળીઓ વરસાવતા ૧૦૦થી વધુના મોત

નવીદિલ્હી, આફ્રિકન દેશ બુર્કિના ફાસોમાં એક ગામમાં સશસ્ત્ર હુમલાખોરો દ્વારા ઓછામાં ઓછા ૧૦૦ લોકોની હત્યા કરવામાં આવી હતી. બુર્કિના ફાસો સરકારે આ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે બંદૂકધારીઓએ ઓછામાં ઓછા ૧૦૦ લોકોની હત્યા કરી દીધી, જે ઘણા વર્ષો બાદ સૌથી મોટો છે. આ હુમલામાં કેટલાક લોકો ઘાયલ થયાના અહેવાલ પણ છે.

સરકારના પ્રવક્તા ઔસેની તંબોરાએ જેહાદવાદીઓ જવાબદાર હોવાનું નિવેદનમાં જણાવ્યું હતું કે, આ હુમલો શુક્રવારે સાંજે સાહેલના યાખા પ્રાંતના સોલ્હાન ગામમાં થયો હતો. UN ‘outraged’ as death toll in Burkina Faso attack rises to 132, including seven children

ઔસેની તંબોરાએ વધુમાં જણાવ્યું હતું કે નાઇજરની સરહદ નજીકના સ્થાનિક બજાર અને ઘણા મકાનોને નિશાન બનાવીને આગ લગાવી દેવાઇ હતી. બુર્કિના ફાસોના રાષ્ટ્રપતિ રોચ માર્ક ક્રિશ્ચિયન કાબોરે આ હુમલાને જંગલી ગણાવ્યો હતો. આ હુમલામાં ઘાયલોને જાેવા માટે હોસ્પિટલમાં પહોંચેલા તેના સંબંધીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે

તેઓ હોસ્પિટલમાં દાખલ થતાં જ તેમણે ઘાયલ થયેલા ઘણા લોકોને દર્દમાં બૂમ પાડતા જાેયા હતા. આ માણસે કહ્યું, ‘મેં એક હોસ્પિટલના ઓરડામાં ૧૦ લોકોને અને બીજા ઓરડામાં ૧૨ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં જાેયા. ઘણા લોકો તેમના ઘાયલ સંબંધીઓને સાચવી રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.