Western Times News

Gujarati News

નેતન્યાહુના પદ છોડતા પહેલા અમેરિકાના કેપિટલ હિલ જેવી હિંસાની આશંકા

નવીદિલ્હી: ઇઝરાલમાં આઠ વિપક્ષી પાર્ટીઓ નવી સરકાર બનાવશે તેવી પ્રબળ સંભાવના છે. આઠ પક્ષોના ગઠબંધને દેશમાં સરકાર બનાવવાની જાહેરાત કરી છે. દરમિયાન અમેરિકાના કેપિટલ હિલની જેમ ઇઝરાઇલમાં હિંસા થવાની સંભાવના છે.

૧૨ વર્ષ પછી, ઇઝરાઇલમાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂની સરકારની વિદાય થઈશકે છે. નેતાન્યાહુને પદથી દુર કરવા માટે વિપક્ષી નેતાઓ યાર્લપીડ અને નફ્તાલી બેનેટે આઠ વિરોધી વિચારધારાઓ સાથે ગઠબંધન બનાવ્યું છે.

દરમિયાન, ઇઝરાઇલની આંતરિક સુરક્ષા એજન્સી, શિન બેટએ ચેતવણી આપી છે કે દેશમાં નવી સરકારની રચના પહેલા હિંસા થઈ શકે છે. અગાઉ, મીડિયા અહેવાલોમાં પણ આવી જ આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. હવે શિન બેટના વડા નાદવ અર્ગમાને હિંસાની આશંકા વ્યક્ત કરી છે.

અર્ગમાન મુજબ, આપણે જાહેરમાં અને સોશિયલ મીડિયા પર હિંસક અને ઉશ્કેરણીજનક વાતોમાં વધારો નોધાયો છે. આનાથી અમુક જૂથો વચ્ચે હિંસા થઈ શકે છે. અગાઉ ઇઝરાયલી મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે નેતન્યાહુના સમર્થકો અમેરિકામાં કેપિટોલ હિલની જેમ હિંસા કરી શકે છે.

શિન બેટ કહે છે કે ‘દેશદ્રોહી’ જેવા શબ્દોનો ઉપયોગ દક્ષિણપંથી સમર્થકો વચ્ચેની વાતચીતમાં વધ્યો છે. ઇઝરાઇલમાં આ શબ્દ ખૂબ જ સંવેદનશીલ છે. આ ૧૯૯૫ માં તત્કાલીન વડા પ્રધાન યિત્ઝક રબીનની હત્યાની યાદોને તાજી કરશે. પેલેસ્ટાઇન સાથેની શાંતિ ડીલ પર આગળ વધવા બદલ રબીન ને એક ઉગ્રવાદીએ ગોળી મારી દીધી હતી. ઇઝરાઇલની ડાબેરી પાર્ટીઓ રબીન સામે લોકોને ઉશ્કેરવા માટે નેતન્યાહુને દોષી ઠેરવી રહી છે. જાે કે નેતન્યાહુ આ વાતનો ઇનકાર કરે છે.

બીજી તરફ, ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નવા જાેડાણને દેશ માટે જાેખમ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ સાંસદોને જાેડાણ ન કરવા અપીલ કરી રહ્યા છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.