Western Times News

Gujarati News

આઇએમએ બિહાર યુનિટ દ્વારા રામદેવ પર ૧૦૫ કેસ દાખલ કરવામાં આવી શકે છે

પટણા: ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની બિહારની શાખાએ ૩૮ જિલ્લાઓમાં ફેલાએલા પોતાના ૧૦૫ એકમોને યોગગુરૂ રામદેવ વિરૂદ્ધ અલગ અલગ કેસ કરવાનો આદેશ આપ્યો છે. આઈએમએ બિહારના સચિવ ડો સુનીલ કુમારે કહ્યું કે રાજ્ય શાખા થોડા દિવસની અંદર મામલો દાખલ કરાવશે અને અન્ય દરેક એકમોને પણ આમ કરવા કહેશે. પટનામા આઇએમએની ૧૩ શાખાઓ છે. અલગ અલગ કેસ દાખલ કરવાનો ર્નિણય કાર્યવાહ અધ્યક્ષ ડો અજય કુમારની અધ્યક્ષતામાં આઈએમએના એક કોલ બાદ થયેલી બેઠકમાં લેવામાં આવ્યો છે. બેઠકમાં આઈએમએના અધ્યક્ષ ડો સહજાનંદ પ્રસાદ સિંહ પણ હાજર હતા. તેમણે કહ્યું કે દેશમાં અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારના કેસ દાખલ કરવામાં આવી રહ્યા છે.

અહીં આઈએમએની રાષ્ટ્રીય સંસ્થાએ પણ નવી દિલ્હીની એક સરકારી પ્રયોગશાળામાં કોરોનિલની રાસાયણિક તપાસ શરૂ કરાવી દીધી છે. તે રોગ પ્રતિકારક બૂસ્ટર તરીકે રામદેવ દ્વારા પ્રમોટ કરવામાં આવેલી આયુર્વેદિક દવા છે અને બેક્ટેરિયા અથવા વાયરસથી થતી શ્વાસને લગતી સમસ્યાઓ અને ફિવર સામે અસરકારક છે.

આઇએમએના અધ્યક્ષ ડોક્ટર સહજાનંદના જણાવ્યા અનુસાર “કોવિડ-૧૯ મહામારી દુનિયાની ચિકિત્સા પ્રણાલી માટે એક મોટો પડકાર છે. દરેક દેશોમાં મોટાભાગે સામાન્ય ઉપાયો, દવાઓ અને સારવાર સાથે તેના સામે લડવામાં આવ્યું. ભારતે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને વેક્સિનને વધુ સારી બનાવવી અને વેક્સિનેશનને વધુ મજબૂત કરવાનું શરૂ કર્યું. ભારતે સૌથી સારૂ પ્રદર્શન કર્યું અને વેક્સિનને વિકસિત કરી અને વેક્સિનેશન અભિયાનને આગળ વધાર્યું. ”

તેમણે દુઃ ખ વ્યક્ત કર્યું હતું કે રામદેવે એલોપેથીક સારવાર સામે અપમાનજનક ટિપ્પણી કરી. ગંભીર કોરોના દર્દીઓને ઓક્સિજન આપવા અને અહીં સુધી કે લોકોની રક્ષા માટે લગાવવામાં આવતી વેક્સિન વિરૂદ્ધ પણ આપત્તિજનક ટિપ્પણી આવા સમયમાં કરી. તેમણે કહ્યું કે રામદેવે ઘણી ખાનગી હોસ્પિટલોની જેમ એક કોવિડ હોસ્પિટલની સ્થાપના કરવી જાેઈએ અને આધુનિક ચિકિત્સા પર સંદેહ કરવાની જગ્યા પર લોકોના મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.