Western Times News

Gujarati News

ઉ.કોરિયામાં વિદેશી ફિલ્મો, કપડાં બદલ મોતની સજા થશે

જાે કોઈની પાસે દ.કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જાેવા મળશે તો તેને ફાંસીની સજા અપાશે

પ્યોંગયાંગ: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જાેંગ ઉને તાજેતરમાં જ એક નવો કાયદો લાગુ કર્યો છે. આ કાયદા અંતર્ગત ઉત્તર કોરિયામાં વિદેશી પ્રભાવને ઓછો કરવા માટે વિદેશી ફિલ્મો, કપડા અને અશિષ્ટ ભાષાના ઉપયોગ પર મૃત્યુની સજાથી લઈને જેલની સજા સુધીની જાેગવાઈ કરવામાં આવી છે. કિમ જાેંગ ઉને એક વ્યક્તિને માત્ર એટલા માટે મૃત્યુદંડ ફટકાર્યો કે તે દક્ષિણ કોરિયન ફિલ્મ સાથે જાેવા મળ્યો હતો.

યુન મિ સો તે સમયે અગિયાર વર્ષની હતી જ્યારે ઉત્તર કોરિયન વ્યક્તિને મૃત્યુદંડ ફટકારવામાં આવ્યો હતો. આ દરમિયાન સમગ્ર વિસ્તારને આદેશ આપવામાં આવ્યો હતો કે તે આ આખી પ્રક્રિયા જુએ. મીડિયા સાથેની વાતચીતમાં સોએ કહ્યું કે, જાે તમે મૃત્યુની સજા નથી જાેતા તો તમારા પર રાજદ્રોહ લાગી જશે. ઉત્તર કોરિયન ગાર્ડ સુનિશ્ચિત કરે છે કે તમામ લોકો જાણી લે કે અશ્લીલ વીડિયોને તસ્કરી કરીને લાવવાથી મૃત્યુની સજા મળી શકે છે. યુન મિ સૉ આગળ જણાવે છે કે, મારા માટે તે દ્રશ્ય ઘણું પીડાદાયક હતું. મારી આંખોમાં પાણી આવી ગયું. ઉત્તર કોરિયન સૈનિક તે વ્યક્તિને ગોળી મારે છે.

તમે કલ્પના કરો કે એક એવો દેશ છે જ્યાં સતત સરકાર તરફથી લોકડાઉન લાગુ કરવામાં આવે છે અને ઈન્ટરનેટ પણ બંધ હોય છે. કોઈ સોશિયલ મીડિયા નથી અને અમુક સરકારી ટીવી ચેનલ જ ચાલે છે જે જણાવે છે કે દેશના નેતા તમને શું કહેવા માંગે છે. આ સ્થિતિ ઉત્તર કોરિયાની છે.

હવે કિમ જાેંગ ઉનના પ્રશાસને પ્રતિક્રિયાવાદી વિચારો વિરુદ્ધ નવો કાયદો બનાવ્યો છે. જાે કોઈની પાસે દક્ષિણ કોરિયા, અમેરિકા અથવા જાપાનની મીડિયા સામગ્રી જાેવા મળશે તો તેને ફાંસીની સજા આપવામાં આવશે. આટલું જ નહીં, આ સામગ્રી જાેતા કોઈ પકડાઈ જશે તો તેને પંદર વર્ષની સજા થઈ શકે છે. તાજેતરમાં જ કિમે એક પત્ર લખીને કહ્યું કે દેશની યુથ લીગ યુવાઓમાં સમાજવાદ વિરોધી વિચારદારા વિરુદ્ધ એક્શન લે.

કિમ યુવાઓમાં વિદેશી ભાષણ, હેર સ્ટાઈલ અને કપડાના પ્રસારને રોકવા માંગે છે. દક્ષિણ કોરિયાના એક દૈનિક છાપા અનુસાર, આ પ્રકારના કિશોરોને રી-એજ્યુકેશન કેમ્પમાં મોકલવામાં આવ્યા છે કારણકે તેમણે કોરિયન પોપ સ્ટાર્સ જેવા વાળ કપાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.