Western Times News

Gujarati News

૮૦ રૂપિયાની ચોરીની શંકાએ સાસુ-સસરાએ પુત્ર-વહુને માર્યા

અમદાવાદ: પૂર્વ વિસ્તારમાં સામાન્ય તકરારમાં ધાતક હુમલાના બનાવો વધી રહ્યા છે, ગોમતીપુરમાં ઘરમાંથી રુ.૮૦ ખોવાયા હતા, જેથી સાસુને વહુ પર વહેમ ગયો, જેને લઇને સાસુ તથા સસરાએ પુત્ર અને વહુને માર મારતાં મામલો પોલીસ સ્ટેશને પહોચ્યો હતો. મારા મારીમાં ઘાયલ લોકો સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા.

આ કેસની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં ઉષા સિનેમા પાસે હાજી ગફારની ચાલીમાં રહેતા રુબીનાબાનું મુજબુરરહેમાન અબ્બાસીએ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં મુજ્જાેબાનું અનિશભાઇ અબ્બાસી તથા આરીફભાઇ અનિશભાઇ અબ્બાસી સામે ફરિયાદ નોધાવી છે, ગઇકાલે સાંજે તેમના ઘરમાંથી ફરિયાદીના સાસુના રુ. ૮૦ ખોવાયા હતા જેથી સાસું ફરિયાદી પર રુપિયાની ચોરી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો અને સાસુ વહુને ગાળો બોલવા લાગ્યા હતા.

આ સમયે ફરિયાદીના પતિ આવી જતાં તેણે માતાને સમજાવી હતી કે તેણીએ ચોરી કરી નથી તેમ છતાં તકરાર કરીને માતા -પિતાએ પુત્ર અને વહુને માર માર્યો હતો જેથી ફરિયાદીને સારવાર માટે શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વહુએ ફરિયાદ નોંધાવ્યા મુજબ શનિવારે ૫ જૂનના રોજ સાંજે સાસુ મુજ્જાેબાનુના રુ. ૮૦ ઘરમાં જ તેમનાથી ખોવાઈ ગયા હતા

જેમાં તેમણે મારા પર શંકા રાખીને બિભત્સ અપશબ્દો બોલી રહ્યા હતા. જાેકે થોડીવારમાં ઘરમાંથી જ રુપિયા મળી જતા મે મારા સાસુને કહ્યું હતું કે શા માટે ખોટા આક્ષેપ કરો છો. જેનાથી તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ફરી બીભત્સ અપશબ્દો બોલી રહ્યા હતા. આ સાંભળીને મારા પતિએ વચ્ચે પડતા કહ્યું કે કારણ વગર શા માટે મારી પત્ની સાથે ગેરવર્તણૂક કરો છો

જેથી મારા સાસુ વધુ ઉશ્કેરાઈ ગયા હતા અને મને મારા પતિ વચ્ચે પડતા તેમને પણ માર માર્યો હતો. તેવામાં મારા સસરા બરાથી નમાઝ પઢીને અંદર આવતા તેમણે મારા સાસુનું ઉપરાણું લઈને મને અને મારા પતિને ફરી ગડદાપાટુ માર્યા હતા.
આટલું ઓછું હોય તેમ મારા દિયર આશીફખાન બહારથી આવ્યા તો તેમણે પણ મારા સાસુ અને સસરાનું ઉપરાણું લીધું અને મને ધક્કો મારતા હું નીચે પડી હતી. જેથી મારા જમણા હાથે અને શરીરના ભાગે ઈજા આવી હતી.

જે દરમિયાન મારો નાનો ભાઈ સરફરાજ શેખ ત્યાં આવી પહોંચ્યો હતો અને તેણે સમાધાન માટે વચ્ચે પડતા મારા સાસુ-સસરા અને દિયરે તેને પણ માર માર્યો હતો. ગોમતિપુરા પોલીસે આ અંગે હ્લૈંઇ નોધી વધુ તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.