Western Times News

Gujarati News

મિનિમમ ૧૫ ટકા ગ્લોબલ ટેક્સનો લાભ ભારતના કોર્પોરેટ સેક્ટરને મળી શકશે

નવીદિલ્હી: વિશ્વના સૌથી ધનિક દેશો દ્વારા કરાયેલા ગ્લોબલ મિનિમમ ૧૫ ટકા કોર્પોરેટ ટેક્સ રેટ કરારથી ભારતને ફાયદો થવાની સંભાવના છે કારણ કે અસરકારક ઘરેલું વેરા દર થ્રેશોલ્ડ કરતા વધુ છે, જે વિદેશી રોકાણને આકર્ષશે. ટેક્સ એક્સપર્ટ્‌સે જણાવ્યુ હતુ કે, અમેરિકા, યુકે, જર્મની, ફ્રાન્સ, કેનેડા, ઈટલી અને જાપાન સહિત જી ૭ દેશોના નાણા મંત્રીઓ મલ્ટીનેશનલ કંપનીઓના કરવેરા પર ર્નિણય લીધો છે. જેમાં મિનિમમ ગ્લોબલ ટેક્સ રેટ ૧૫ ટકા નક્કી કરવામાં આવ્યો છે.

તદુપરાંત જે દેશોમાં કંપનીઓ કાર્યરત હોય તે દેશોમાં પણ કંપનીઓએ ટેક્સ ચૂકવવો પડશે. આ ર્નિણય લેવા પાછળનો આશય સીમાપારના કરવેરામાં થતી છટકબારીઓને દૂર કરવાનો છે.નાન્ગિયા એન્ડરસન ઈન્ડિયાના ચેરમેન રાકેશ નાન્ગિયાએ જણાવ્યુ હતુ કે, જી૭નુ ગ્લોબલ મિનિમમ ટેક્સ રેટ ૧૫ ટકા રાખવાની પ્રતિબદ્ધતા અમેરિકી સરકાર તેમજ પશ્ચિમી યુરોપના અન્ય દેશો માટે કારગર સાબિત થઈ છે.

જાે કે, અમુક લો ટેક્સ યુરોપિયન જ્યુરિડિક્શન જેમ કે, નેધરલેન્ડ, આર્યલેન્ડ, લક્ષ્મબર્ગ અને અન્ય કેરેબિયન દેશો વધુને વધુ મલ્ટી નેશનલ કંપનીઓને બિઝનેસ કરવા આકર્ષશે. બીજી બાજુ આ વૈશ્વિક કરાર અમુક મોટા દેશો માટે પડકારરૂપ બનશે. કારણકે, તે આ રાષ્ટ્રની કરની નીતિ સાર્વભૌમત્વના અધિકાર પર નક્કી થાય છે.દેશમાં હાલ સ્થાનિક કોર્પોરેટ ટેક્સ ૨૨ ટકા ઃ ભારતે સ્થાનિક કંપનીઓ માટે સપ્ટેમ્બર, ૨૦૧૯માં કોર્પોરેટ ટેક્સ ઘટાડી ૨૨ ટકા જ્યારે નવા સ્થાનિક મેન્યુફેક્ચરિંગ યુનિટ્‌સ માટે ૧૫ ટકા કર્યો હતો. તદુપરાંત શરતોને આધિન કન્સેન્શનલ ટેક્સ રેટ પણ લંબાવ્યો હતો.

કન્સલ્ટિંગ ફર્મ એકેએમ ગ્લોબલ ટેક્સ પાર્ટનર અમિત મહેશ્વરીએ જણાવ્યુ હતુ કે, મોટી સંખ્યામાં ટેક્નોલોજી કંપનીઓને તેનો લાભ થવાની શક્યતા છે. હવે તેની માર્કેટ દેશો વચ્ચે ફાળવણી કેવી થશે તે જાેવાનુ રહેશે. વળી, ગ્લોબલ મિનિમમ ટેક્સ ઓછામાં ઓછો ૧૫ ટકા હોવાનો અર્થ એ છે કે તમામ સંભાવનાઓમાં છૂટછાટવાળી ઈન્ડિયન ટેક્સ રાહત ચાલુ રહેશે, જે વિદેશી રોકાણને આકર્ષિત કરશે.જી૭નુ ગ્લોબલ મિનિમમ ટેક્સ રેટ ૧૫ ટકા રાખવાની પ્રતિબદ્ધતા અમેરિકી સરકાર તેમજ પશ્ચિમી યુરોપના અન્ય દેશો માટે કારગર
સાબિત થઈ છે. બીજી બાજુ આ વૈશ્વિક કરાર અમુક મોટા દેશો માટે પડકારરૂપ બને તેવું અનુમાન છે.

ઇવાય ઈન્ડિયાના નેશનલ ટેક્સ લીડર સુધીર કાપડિયાએ જણાવ્યું હતું કે વૈશ્વિક કોર્પોરેટ ટેક્સ કરાર ટેક્સ સિસ્ટમને માર્ગને અવરોધી રહ્યો છે. ખાસ કરીને ભારત જેવા મોટા અને વિકાસશીલ દેશો માટે વિદેશી રોકાણને આકર્ષવા માટે કાયમી ધોરણે કોર્પોરેટ ટેક્સ રેટ નીચા સ્તરે જાળવી રાખવા મુશ્કેલ છે. જે ભવિષ્યમાં જાેખમી બની શકે છે. મલ્ટીનેશનલ કંપનીઓ ઓછો ટેક્સ રેટ ધરાવતા દેશોને જ પ્રાધાન્ય આપશે. જેથી જાે તેમાં વૃદ્ધિ થાય તો તે રોડા સમાન બની શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.