Western Times News

Gujarati News

હિમેશ રેશમિયાના નવા આલ્બમ સુરુર ૨૦૨૧નો ફર્સ્‌ટ લુક રિલીઝ થયો

મુંબઇ: સિંગર અને મ્યૂઝિક કંપોઝર હિમેશ રેશમિયાએ તેના નવા આલ્બમ સુરુર ૨૦૨૧ને રિલીઝ કરવા માટે તૈયાર છે. તેના પહેલા ટીઝર પોસ્ટરમાં તેની આઈકોનિક કેપ અને માઈક હશે. આ આલ્બમ સાથે હિમેશ રેશમિયા પોતાનું મ્યૂઝિક લેબલ, હિમેશ રેશમિયા મેલોડીઝ પણ લોન્ચ કરી રહ્યા છે અને સુરુર ૨૦૨૧નો ફર્સ્‌ટ લુક અને પહેલું ગીત પણ ઝડપથી સામે આવશે.

હિમેશ રેશમિયાના પહેલા સ્ટૂડિયો આલ્બમ આપ કા સુરુરની ૫૫ મિલિયન કોપી વેંચાઈ હતી અને તે માઈકલ જૈકસનના થ્રિલર પછી દુનિયામાં બીજાે સૌથી વધુ વેંચાયેલા આલ્બમ બન્યો હતો. આ આલ્બમની ૬૫ મિલિયન કોપી વેંચાઈ હતી.

હિમેશ રેશમિયાએ તેના પહેલા આલ્બમમાં દીપિકા પાદુકોણને લોન્ચ કરી હતી. તેથી આ વર્ષે તે જાણવું રસપ્રદ બની રહેશે કે આ વખતે સુરુર ગર્લ કોણ હશે. ચર્ચા છે કે હિમેશ એક નવી કલાકાર સાથે આઈકોનિક કૈપ અવતારમાં જાેવા મળશે. આ યુવતી કોણ છે તેનો ખુલાસો થયો નથી.

આ આલ્બમનું પહેલું સોંગ ટુંક સમયમાં રિલીઝ થશે. આ અંગે હિમેશે એક મુલાકાતમાં કહ્યું હતું કે તે લાંબા સમયથી આ આલ્બમના સોંગ પર કામ કરી રહ્યો છે અને હવે કામ પૂર્ણ થઈ ચુક્યું છે. તે તેના કંટેંટથી સંતુષ્ટ છે અને ટુંક સમયમાં તે આલ્બમ લોન્ચ કરશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.