Western Times News

Gujarati News

મોડાસા પાલિકામાં ૧૨ કર્મચારીઓની ભરતી વિવાદ

પ્રાદેશિક કમિશનરે ભરતી રદ કરતો હુકમ કરતા ખળભળાટ

(પ્રતિનિધિ) મોડાસા, રાજ્યનાનગરપાલિકા નિયામક દ્વારા સીધી ભરતીથી કર્મચારીઓની ભરતી કરવા અપાયેલી મંજૂરી બાદ મોડાસા નગરપાલિકા દ્વારા વર્ષ-૨૦૧૪માં ૧૨ કર્મચારીઓની ભરતી કરાઇ હતી. ભરતી નિયમ વિરુદ્ધ અને જરૂરી મંજૂરી વિના કરાઇ હોવાની વિવાદી અરજી બાદ અરવલ્લી જિલ્લા કલેકટર દ્વારા ભરતી રદ કરવાનો હુકમ કરાયો હતો.

હુકમને રાજ્ય શહેરી વિકાસ વિભાગના અપીલ અધિકારીએ રદ કરી સમગ્ર ભરતી પ્રકરણ અને કલેકટરના હુકમની પુનઃ ચકાસણીનો આદેશ કર્યો હતો ત્યાર બાદ વધુ એક વાર મોડાસા નગરપાલિકાએ કરેલ ૧૨ કર્મચારીઓની ભરતી સરકારના પરીપત્ર અને ઠરાવનો યોગ્ય અમલ થયો ન હોવાનું જણાવી પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકા ગાંધીનગર કમિશ્નર અમીત પ્રકાશ યાદવે ભરતી રદ કરવાનો વટ હુકમ કરતા નગરપાલિકામાં સન્નાટો છવાઈ ગયો હતો આ ભરતી પ્રક્રિયા સમયે મસમોટું કૌભાંડ કરી નોકરી મેળવનાર ઉમેદવારો પાસેથી સત્તાધીશોએ લાખ્ખો રૂપિયા લઇ ભરતી કરી હોવાની ચર્ચા વર્ષો થી જાગૃત નાગરિકોમાં ચાલી રહી છે

આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મોડાસા નગરપાલિકામાં ૭૭ જગ્યાઓ ભરવા વર્ષ-૨૦૧૨માં નગરપાલિકા નિયામકે આપેલી મંજૂરી આધારે જરૂરી ઠરાવ બાદ પસંદગી સમિતિ દ્વારા ભરતી પ્રક્રિયા હાથ ધરી જે તે સમયે ફાયર ઓફિસર, ટાઉન પ્લાનર, ટેકનિકલ આસીસ્ટન્ટ,સેનેટરી ઇન્સ્પેકટર સહિત ૧૨ કર્મચારીઓની ભરતી પ્રક્રિયાને બહાલી આપવા જિલ્લા કલેકટરને દરખાસ્ત કરાઇ હતી.

બે વર્ષના લાંબા સમય બાદ બહાલી નહીં મળતાં પાલિકાના તત્કાલીન પ્રમુખે પોતાની સહી દ્વારા તમામ કર્મચારીઓને નિમણૂંક આપી હતી. ભરતી ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ હોવા બાબતે અધિનિયમ કલમ ૨૫૮ હેઠળ જુદી જુદી ત્રણ અપીલ અરજીઓ થતાં ભરતી પ્રકરણ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અરવલ્લીની કોર્ટમાં રજૂ કરાયું હતું.

અરવલ્લી જિલ્લા કલેકટર અને ડિવિઝનલ મેજિસ્ટ્રેટ બી.જે. ભટ્ટની કોર્ટે ૨૦૧૪માં ભરતી પ્રક્રીયા રદ કરી હતી ત્યાર બાદ નગરપાલિકાની ભરતીને અલગ અલગ કોર્ટમાં પડકારવામાં આવી હતી મોડાસા નગરપાલિકાએ કરેલ ૧૨ કર્મચારીઓની ભરતી સરકારના પરીપત્ર અને ઠરાવનો યોગ્ય અમલ થયો ન હોવાનું જણાવી પ્રાદેશીક કમિશ્નર નગરપાલિકા ગાંધીનગર કમિશ્નર અમીત પ્રકાશ યાદવે ભરતી રદ કરવાનો વટ હુકમ કરતા નગરપાલિકામાં સન્નાટો છવાઈ ગયો છે

જાે કે આ હુકમ સામે ૩૦ દિવસમાં અપીલ કરવાની જાેગવાઈ હોવાનો ઉલ્લેખ હોવાથી કર્મચારીઓએ હાશકારો અનુભવી અપીલમાં જવા તૈયારીઓ હાથધરી હોવાની માહીતી પ્રાપ્ત થઇ હતી *

મોડાસા નગરપાલિકા ૧૨ કર્મચારી ભરતી વિવાદ પર એક નજર
પ્રાપ્ત માહીતી અનુસાર, મોડાસા નગરપાલીકાના પ્રમુખ, ચીફ ઓફીસર સહિ?તની પસંદગી સમિતિ દ્વારા નગરપાલીકા નિયામક દ્વારા મંજૂર કરાયેલ મહેકમ પૈકી ફાયર ઓફીસરથી માંડી ટાઉન પ્લાનર,સેનેટરી ઇન્સ્પેકટર અને ડ્રાયવર, કલીનરથી માંડી ફાયરમેન સહિ?ત કુલ ૧૨ જગાઓ ઉપર વર્ષ ૨૦૧૨માં કર્મચારીઓની ભરતી કરવામાં આવી હતી.

કુલ ૧૨ જગાઓની ભરતી પ્રક્રિયામાં જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાની અરજી દ્વારા ઉમેદવારી નોંધાવી હતી.જેમાં કેટલાક ઉમેદવારો તો વર્ષોથી નગરપાલીકામાં રોજમદાર તરીકે સેવાઓ આપી રહયા હતા.

આ ભરતી પ્રક્રિયામાં ઇન્ટરવ્યુ યોજી ગુણાંકન કરી મેરીટમાં આવેલા ઉમેદવારોને નગરપાલીકાએ નિમણૂંકના ઓર્ડર આપી દેતાં નારાજ થયેલા કેટલાક વિવાદી અરજદારોએ તેઓને થયેલા અન્યાય થી વ્યથીત બની સમગ્ર ભરતી પ્રકરણે ન્યાય મેળવવા જીલ્લા કલેકટરની કોર્ટમાં અપીલ દાખલ કરી હતી.

આ વિવાદી ભરતી પ્રકરણમાં જેઓએ ન્યાય મેળવવા ઘા નાખી હતી.તેઓના વકીલ બી.એમ.કોઠારી દ્વારા રજૂ કરાયેલા પુરાવા અને દલીલોને ધ્યાને રાખી જીલ્લા કલેકટર નામદાર બી.જે.ભટ્ટ સાહેબની ર્કોટે સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરતો હુકમ કર્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.