Western Times News

Gujarati News

અભિનેત્રી રંભાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ

મુંબઈ: અભિનેત્રી રંભા છેલ્લા ઘણા વર્ષોથી લાઇમલાઇટથી દૂર છે. જાેકે તેને પ્રશંસકો હજુ પણ યાદ કરે છે. તેણે ફક્ત દક્ષિણની ફિલ્મોમાં જ નહીં બોલિવૂડમાં પણ પોતાની એક્ટિંગથી લોકાના દિલ જીત્યા છે. રંભા ૯૦થી ૨૦૦૦ના દશક સુધી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ રહી હતી. જાેકે ૨૦૧૦માં ઇન્દ્રકુમાર પથમનાથન સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી. રંભા લગ્ન પછી પતિ સાથે કેનેડા ચાલી ગઈ હતી. આજે આ કપલના ત્રણ બાળકો છે.

જેમાં બે દીકરી અને એક દીકરો છે. રંભાએ હાલમાં જ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. પ્રશંસકો તેની સુંદરતાથી નજર હટાવી શકતા નથી. રંભાનું અસલી નામ વિજયલક્ષ્મી યીદી છે. આ અભિનેત્રી ફક્ત દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ નહીં બોલિવૂડમાં પણ લોકપ્રિય રહી હતી.

રંભાએ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરુઆત ૧૫ વર્ષની ઉંમરમાં મલયાલમ ફિલ્મ સરગમથી કરી હતી. આ પછી તેણે ઓક્કતી અદક્કુથી તેલુગુ સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. રંભાની હિટ ફિલ્મોમાં બોમ્બે પ્રિયુડુ, જુડવા, ઘરવાલી બાહરવાલી, બંધન, ક્યો કી મૈ જુઠ નહીં બોલતા, સરગમ વગરે સામેલ છે. રંભાએ ૨૦૧૦માં કેનેડાના એક બિઝનેસમેન ઇન્દ્રકુમાર પથમનાથન સાથે લગ્નના બંધનમાં બંધાઇ હતી અને તેમની સાથે ટોરન્ટોમાં રહેવા ગઇ હતી. રંભા ઇંસ્ટાગ્રામ પર ઘણી એક્ટિવ રહે છે. તેને ૨૮૨દ્ભથી વધારે લોકો ફોલો કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.