પુર્વે કેન્દ્રીય મંત્રી જિતિન પ્રસાદ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ
નવીદિલ્હી: દેશના રાજકારણમાં એક ભારે મોટી હલચલ મચી છે કોંગ્રેસના એક મોટા નેતા આજે પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જાેડાયા છે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ આજે બપોરે કોંગ્રેસી નેતાને ભાજપની સદસ્યતા અપાવી હતી ભાજપમાં જાેડાનારા આ નેતાનું નામ જિતિન પ્રસાદ છે.
આ પહેલા રાહુલના સૌથી નજીકના જ્યોતિરાદિત્ય સિંધિયા બીજેપીમાં સામેલ થઈ ગયા હતા. સિંધિયાના સમર્થક તેમને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાની ઘણા દિવસોથી માંગ કરી રહ્યા છે. જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના અને મધ્ય પ્રદેશના જળસંસાધન મંત્રી તુલસી સિલાવટે કહ્યું છે કે, જ્યાં સુધી તેમને કેન્દ્રમાં મંત્રી બનાવવાની વાત છે તો તેમના તમામ સમર્થક અને શુભચિંતક ઇચ્છે છે કે તેમને યોગ્ય સન્માન આપવામાં આવે.ઉલ્લેખનીય છે કે હાલમાં જ પુરી થયેલી પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં જિતિન રાજ્યના પ્રભારી હતા અને ત્યાં પાર્ટીને એક પણ સીટ નહોંતી મળી. ગત વર્ષે જ જિતિન પ્રસાદે પોતાની આગેવાનીમાં એક બ્રાહ્મણ ચેતના પરિષદ નામથી સંગઠન સ્થાપિત કર્યું હતુ.
રાહુલ ગાંધીના નજીક માનવામાં આવતા જિતિન પ્રસાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચૂકેલા જીતેન્દ્ર પ્રસાદના દિકરા છે. ઉત્તરપ્રદેશ કોંગ્રેસની કમાન પ્રિયંકાગાંધીએ જ્યારથી તેમના હાથમાં લીધી ત્યારથી જિતિન પ્રસાદ તેમના વિસ્તારમાં સાઇડલાઇન ચાલી રહ્યા હતા. અને તેને લીધે હવે ૨૦૨૨ની ચૂંટણી પહેલાં તેમણે કોંગ્રેસને અલવિદામ કરી દીધુ છે. આ કોંગ્રસ માટે એક મોટો ઝટકો માનવામાં આવે છે.
જિતિન પ્રસાદ વર્ષ ૨૦૧૯ લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થવાની ચર્ચાઓ હતી. પણ તે વખતે તેમણે પાર્ટી છોડી ન હતી., જાે કે આ ચર્ચા એટલી વધી ગઇ કે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપ સુરજેવાલાને સામે આવીને સફાઇ આપવી પડી હતી કે જિતિન પાર્ટી છોડી રહ્યા નથી. જાે કે જિતિન પ્રસાદ તે પછી પણ સામે આવ્યા ન હતા. પણ હવે બે વર્ષ બાદ તેમણે આખરે કોંગ્રેસને છોડીને ભાજપમાં સામેલ થવાનું પગલું ભરી દીધુ છે.
જિતિન પ્રસાદને ગાંધી પરિવારની એકદમ નજીક માનવામાં આવતા હતા અને યુપીના તમામ રાજકીય ર્નિણયોમાં તેમની દખલ થતી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં મળેલી હારની જવાબદારી લેતા રાજબબ્બરે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પદથી રાજીનામું આપી દીધુ હતું. તે પછી જિતિન પ્રસાદને પ્રદેશ અધ્યક્ષ બનાવવાની ચર્ચાઓ વધી ગઇ હતી. પણ પ્રિયંકાગાંધીએ જિતિનના બદલે અજય લલ્લુને પાર્ટીની કમાન સોપી દીધી હતી.
એટલું જ નહી તેમને યુપીના ર્નિણયોથી દુર રાખવામાં આવતા હતા અને તેમના નજીકના નેતાઓને પણ જીલ્લા સંગઠનના પદથી હટાવી દેવાયા હતા. કોંગ્રેસના આ ર્નિણય પછી જિતિન પ્રસાદ પાર્ટીથી નારાજ ચાલી રહ્યા હતા. પણ પાર્ટીએ તેમને ઝકડી રાખવા માટે યુપીની બહાર બંગાળમાં પાર્ટી પ્રભારી બનાવીને મોકલી દીધા હતા. જાે કે બંગાળની ચૂંટણી પછી કોંગ્રેસથી તેમનો મોહભંગ થઇ ગયો અને તેમના રાજકીય ભવિષ્યને જાેતા તેમણે ભાજપની સદસ્યતા મેળવી લીધી.