Western Times News

Gujarati News

બે ટ્રક વચ્ચે ફસાવા છતાં બાઈક ચાલક બચી ગયો

વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ટ્રક-બાઈકનો વિચિત્ર અકસ્માત

પારડી, વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર એક વિચિત્ર અકસ્માત થયો હતો.જેમાં પૂરઝડપે પસાર થઇ રહેલી બે ટ્રકો વચ્ચે એક બાઈક સવાર વિચિત્ર રીતે ફસાયો હતો. જાેકે, તેમ છતાં બાઇક સવારનો ચમત્કારિક બચાવ થયો હતો. જાણે રામ રાખે તેને કોણ ચાખે કહેવત ખરેખર આ અકસ્માતમાં સાર્થક થઈ હતી.

અકસ્માતના દ્રશ્ય જાેઈ પ્રથમ નજરે જાેતાં કોઈપણને પણ લાગે કે, આ અકસ્માતમાં કોઇ બચ્યું નહિ હોય પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે, બે ટ્રકોની વચ્ચે બાઈક ટાયરોમાં ફસાઇ ગયું હતું, જે બાદ પણ બાઈક ચાલકનો આબાદ બચાવ થયો હતો. આ અકસ્માત જાેઇને આસપાસથી પસાર થતા લોકો અને વાહન ચાલકોએ પણ ચોંકી ગયા હતા.

બનાવની વિગતે વાત કરીએ તો, વલસાડ જિલ્લાના ભદેલી જગાલાલા ગામના બંકિમ ભાઈ બારોટ નામના એક વ્યક્તિ વાપીથી નોકરી કરીને પરત વલસાડ પોતાના ઘરે જઇ રહ્યાં હતા.ત્યારે વલસાડ જિલ્લાના પારડી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા તે વખતે જ હાઇવે પરથી પસાર થતી એક ટ્રકે બાઈકને જાેરદાર ટક્કર મારી હતી.

જેના કારણે બાઇક સવાર બાઈક સાથે અન્ય એક ટ્રેક પર ફંગોળાયા હતા. જે બાદ તે ત્યાંથી પસાર થતી બીજી અન્ય એક ટ્રકના ટાયરની નીચે આવી ગયા હતા. આમ બાઈક બંને ટ્રકોના ટાયર વચ્ચે ફસાઈ ગયું હતું.જાેકે, તક મળતા જ આંખના પલકારામાં બાઈક સવાર બંકિમ ભાઈ બાઇક પરથી નીચે કૂદી પડ્યા હતા.

આથી તેઓને સામાન્ય ઇજા થઇ હતી અને તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. બાઇક માતેલા સાંઢની જેમ દોડતી આ બે ટ્રકોના ટાયરની નીચે ફસાઈ ગયું હતું. અને આ આવી રીતે ફસાયા બાદ બચવાનું લગભગ અશક્ય જ લાગ પરંતુ ક્યારેક કુદરતી એવા સંજાેગો સર્જાય છે. જેમાં ચમત્કારને કારણે આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ હેમખેમ બચી જવાય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.