Western Times News

Latest News from Gujarat India

લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી ડો.હિમાંશુ પટેલનું સન્માન

(એજન્સી) ગાંધીનગર, ગુજરાત રાજ્યમાં અનેકવિધ ક્ષેત્રે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ કરી રાષ્ટ્રીય અને સામાજીક પ્રગતિ માટેે નોંધપાત્ર યોગદાન આપનાર રાજકીય અને સહકારી આગેવાન ડો.હિમાંશુ પટેલને લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. ભારત રત્ન પબ્લિસિંગ હાઉસ, નવી દિલ્હી દ્વારા ડો.હિમાંશુ પટેલે યુવા વયથી જ શૈક્ષણિક, રાજકીય, સામાજીક વિકાસ અને કાયદાકીય ક્ષેત્રે નિઃસ્વાર્થભાવે આપેલી સેવાઓને બિરદાવી આ સન્માન આપવામાં આવ્યુ હતુ.

સંશોધન ક્ષેત્રે વૈશ્વિક નામના ધરાવતી ભારતરત્ન પબ્લિસિગ હાઉસ, નવીદિલ્હી, દ્વારા પ્રતિષ્ઠા ભર્યા લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આ સંસ્થા દ્વારા રાજકીય, સામાજીક વિકાસ, ઈન્ડસ્ટ્રીઝ , કોમર્સ, લૉ, શિક્ષણ, સિનેમા, આર્કિટેકચર, એન્જીનિયરીંગ, મેેડીસીન, ડ્રામા ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી કરનાર ભાઈ-બહેનોને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. એક ખાસ ટીમ દ્વારા સમગ્ર દેશમાં સર્વે કરાવી કુલ ૮ર પ્રતિભાશાળી વ્યક્તિઓની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.

ભારત રત્ન, પબ્લિસિંગ હાઉસ, નવીદિલ્હીના જનરલ સેક્રેટરી આર.કે.ચૌહાણ તેમજ એડીટર એન્ડ પબ્લિસર અજય ઠાકુરે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય અને સામાજીક વિકાસ માટે કોઈ સ્વાર્થ વિના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર વ્યક્તિઓનું આ એવોર્ડથી સન્માન કરવામાં આવે છે.

જેમાં ગુજરાત રાજયમાં અનેકવિધ ક્ષેત્રોમાં યુવા વયથી જ શ્રેષ્ઠ પ્રદાન કરનાર જાણીતા રાજકીય અને સહકારી આગેવાન એડવોકેટ ડો.હિમાંશુ પટેલનું લાઈફ ટાઈમ ગોલ્ડન એચીવમેન્ટ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યુ છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers