Western Times News

Latest News from Gujarat India

પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવો અને મોંઘવારીને લઈને ભરૂચ કોંગ્રેસ રસ્તા ઉપર

હાથમાં પ્લેકાર્ડ લઈ ધારાસભ્યના પેટ્રોલ પંપ ઉપર જતા પોલીસે અટકાયત કરી.

 

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પેટ્રોલ અને ડિઝલના વધતા જતા ભાવો અને મોંઘવારીને લઈને પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.ત્યારે ભાવ વધારો ઘટાડવા ભરૂચ કોંગ્રેસ દ્વારા પ્લેકાર્ડ લઈ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ દોડી આવી કોંગીજનોની અટકાયત કરી હતી.

પેટ્રોલ – ડિઝલના ભાવ વધારા સામે મોદી સરકાર વિરોધી પોસ્ટરો સાથે ભરૂચ જીલ્લા કોંગ્રેસ સમિતિ ખાતે થી હોદ્દેદારો અને કાર્યકરો જીલ્લા કાર્યાલય ખાતેથી હકથમાં પ્લેકાર્ડ લઈ ભારે સૂત્રોચ્ચાર કરી ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ભરૂચના ધારાસભ્ય દુષ્યત પટેલના પેટ્રોલ પંપ ખાતે દોડી જઈ ભારે સૂત્રોચ્ચાર કરવા લાગતા એક સમયે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થતા

વિરોધ કરી રહેલા કોંગીજનોની પોલીસે અટકાયત કરી એ ડિવિઝન પોલીસે ખાતે લઈ જવામાં આવતા જીલ્લા પ્રમુખ પરિમલસિંહ રણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે સ્મૃતિ ઈરાની ભાવ વધારાને લઈને બંગડી લઈ નીકળી આવતા હતા તે હમણાં ક્યાં છે.

આ વિરોધ પ્રદર્શનમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રાણા,શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી,પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને યુવા કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણ,નગર પાલિકા વિપક્ષના નેતા સમસાદઅલી સૈયદ સહિત કાર્યકરો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers