Western Times News

Latest News from Gujarat India

જ્યારે હું માતા બનીશ ત્યારે એક્ટિંગ છોડી દઈશ : અનિતા

મુંબઈ: જાણીતી ટીવી એક્ટ્રેસ અને નાગિન ૫ ફેમ અનિતા હસનંદાનીએ એક્ટિંગને આવજાે કહી દીધું છે. અનિતા હસનંદાનીના ફેન તે વાત જાણીને ચોંકી ગયા છે કે હવે તે એક્ટિંગ નહીં કરે. અનિતા હસનંદાનીએ દીકરા આરવના જન્મ બાદ તેના ઉછેરને ધ્યાનમાં રાખતા આ ર્નિણય લીધો છે. છેલ્લા ૨૩ વર્ષથી અનિતા હસનંદાની ટીવીની દુનિયામાં એક્ટિવ રહી છે. અનિતા હસનંદાનીએ કહ્યું કે, ‘મારો દીકરો આરવ હજુ ૪ મહિનાનો છે. મેં પહેલા જ એવું નક્કી કરી લીધું હતું કે જ્યારે હું માતા બનીશ

ત્યારે એક્ટિંગ છોડી દઈશ અને સંપૂર્ણ ધ્યાન બાળકના ઉછેર પર આપીશ. કોરોનાની મહામારીના કારણે એક્ટિંગ છોડવાનો ર્નિણય નથી લીધો, હાલ હું સંપૂર્ણ ધ્યાન બાળકના ઉછેર પર આપવા માગુ છું. હું મારા સંતાન સાથે ઘરે રહેવા માગુ છું. અનિતા હસનંદાનીએ વધુમાં જણાવ્યું કે, ‘મને નથી ખબર કે હું હવે ક્યારે ટીવી ઈન્ડસ્ટ્રીમાં પરત આવીશ. તેમ છતાં હાલ કેટલીક બ્રાન્ડ્‌સ સાથે મેં કોન્ટ્રાક્ટ સાઈન કર્યા છે

તે હું સોશિયલ મીડિયા માટે કરી રહી છું. જેનું શૂટિંગ હું આરામથી ઘરે કરી રહી છું. જે એકદમ ટેન્શન વિનાનું કામ છે. અનિતા હસનંદાની તે વાતથી પણ ખુશ છે કે ‘તેનો પતિ રોહિત રેડ્ડી પણ ઘરે છે. આ એક એવો સમય છે કે જ્યારે મારા બાળકનો ઉછેર થઈ રહ્યો છે. મને એ વાતની ખુશી છે કે રોહિત પણ આરવ સાથે સમય પસાર કરી રહ્યો છે. કોરોનાની આ મહામારીના કારણે સ્થિતિ ખરાબ છે પણ આશા રાખું કે બધું જલદી ઠીક થઈ જશે.’ અહીં નોંધનીય છે કે અનિતા હસનંદાનીએ વર્ષ ૨૦૧૩માં રોહિત રેડ્ડી સાથે લગ્ન કર્યા. તેણે તારીખ ૯ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે દીકરાને આરવને જન્મ આપ્યો.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers