Western Times News

Latest News from Gujarat India

પ્રાંતિજ ખાતે આમઆદમી પાર્ટી ની બેઠક યોજાઈ

પ્રાંતિજ, – પ્રાંતિજ સહિત તાલુકામા સંગઠન ની રચના કરવામા આવી . – ૨૦૨૨ માં આવનારી વિધાનસભા ની ચુંટણી તથા નગરપાલિકા પોતાના હસ્તે કરવા કાર્યકરોને હાકલ કરવામા આવી . – દિલ્હી મોર્ડલ બનાવવા હાકલ કરી . સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે આજે આમઆદમી પાર્ટી ની બેઠક યોજાઈ હતી

જેમા પ્રાંતિજ સહિત તાલુકામાથી સંગઠન ની રચના સાથે આવનાર ૨૦૨૨ ની વિધાનસભા અને નગરપાલિકાની ચુંટણીઓ જીતવા અત્યાર થીજ કામે લાગવા જીલ્લા પ્રમુખે હાકલ કરી હતી .

પ્રાંતિજ નેશનલ હાઇવે આઠ શ્રી માકડેશ્વર મહાદેવ મંદિર ખાતે આજે આમઆદમી પાર્ટી ની બેઠક યોજાઈ હતી જેમા પ્રાંતિજ સહિત તાલુકામા સંગઠન ની રચના કરવામા આવી હતી તો ૨૦૨૨ આવનાર વિધાનસભા ની ચુંટણી તથા નગરપાલિકાઓમા આમઆદમી પાર્ટી પોતાના હસ્તે કરે

અને દિલ્હી મોર્ડલ બને તે માટે ગામેગામ જાગૃત કરવા અને નવા કાર્યકરો ની નિમણુક કરવા સહિત ની ચર્ચાઓ કરવામા આવી હતી તો આ પ્રસંગે જિલ્લા પ્રમુખ કરણસનભાઇ પટેલ , તાલુકા પ્રમુખ સોનકભાઇ પટેલ , શહેર પ્રમુખ નિખીલભાઇ પટેલ , યુવા પ્રમુખ દેવાંગ ભાઇ પટેલ સહિત કાર્યકરો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા .

Copyright © All rights reserved. | Developed by Aneri Developers