Western Times News

Gujarati News

૧૭ વર્ષની યુવતી અને ૨૦ વર્ષના યુવકને પંજાબના ભટિંડા ના પોલીસ વડાને સુરક્ષા આપવા હુકમ!

કોઈ એક ના અવાજ ને આધારે લોકતંત્રના ગળેફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી

લીવ ઇન રિલેશનશિપ માં રહેતા યુગલને સુરક્ષા આપવાનો ઇનકાર એ બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકોના જીવન, આઝાદીના અધિકાર અને કાયદાના શાસનને જાળવી રાખવાના અદાલતના ઇનકાર સમાન લેખાશે –જસ્ટિસ શ્રી સંત પ્રકાશ

તસવીર પંજાબ હાઈકોર્ટ ની છે જ્યારે ઈનસેટ તસવીર પંજાબ-હરિયાણા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સંત પ્રકાશની છે જસ્ટીસ શ્રી સંત પ્રકાશ લીવ ઇન રિલેશનશિપમાં રહેતા યુગલની સુરક્ષા આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે એવું અવલોકન કર્યું છે, કોઈએ પણ લગ્ન વિના સાથે રહેવાનો નિર્ણય કર્યો છે તો એવા લોકોને સુરક્ષા આપવાનો ઈનકાર કરવો એ ન્યાયની મજાક કહેવાશે અને આવા યુગલોને ક્યારેય ગંભીર પરિણામ ભોગવવા પડી શકે છે!

જેમને સુરક્ષાની આવશ્યકતા છે! જસ્ટિસ શ્રી સંત પ્રકાશે દેશના બંધારણની કલમ ૨૧ નું વિશાળ અર્થઘટન કરતાં જણાવ્યું છે કે આવા સંજોગોમાં જો સુરક્ષા આપવાની મનાઇ ફરમાવવામાં આવે તો કોર્ટ પણ બંધારણની કલમ ૨૧ હેઠળ નાગરિકોના જીવન અને આઝાદીના અધિકાર તેમજ કાયદાના શાસનને જાળવી રાખવામાં પોતાની ફરજ બજાવવામાં નિષ્ફળ રહ્યા નું લેખાશે! કેસની મૂળભૂત હકીકત એવી છે કે પંજાબ પ્રાંતના ભટીંડા ની ૧૭ વર્ષની યુવતી અને ૨૦ વર્ષના યુવકે લિવ ઈન રિલેશનશિપમાં સાથે રહેવાનો નિર્ણય કર્યા બાદ નામદાર પંજાબ હરિયાણા હાઇકોર્ટ સમક્ષ સુરક્ષાની માગણી કરતી અરજી દાખલ કરી હતી સદર કેસમાં યુવતીના માતા-પિતા યુવતીના લગ્ન કોઈ અન્ય સાથે કરાવવા ઇચ્છતા હતા

કારણ કે બંને યુગલના સંબંધની ખબર તેમના માતા-પિતાને પડી હતી! આથી યુવતી પોતાના માતા-પિતાના ઘરે થી નીકળી ગઈ હતી અને જીવનસાથી જોડે રહેવા માંડી હતી આ સંજોગો ભટિંડાના પોલીસ વડા સમક્ષ સુરક્ષા માટે રજૂઆત કરવા છતાં કોઈ પ્રત્યુત્તર ન મળતાં અને પંજાબ સરકાર તરફથી જણાવેલ કે લગ્ન કર્યા નથી અને લિવ ઈન રિલેશનશિપમાં રહેવા ઈચ્છે છે! કેટલીક અદાલતોએ આવા કિસ્સા નામંજૂર કર્યા હોવાનું પણ જણાવાયું હતું પરંતુ આ અંગે તેમના નિર્ણય નું મૂલ્યાંકન કરવાનું કામ અદાલતનું નથી પરંતુ સુરક્ષા આપવાની જવાબદારી ગ્રાહુય રાખીને યુગલને સુરક્ષા બક્ષવા આદેશ કર્યો હતો! તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા કરિશ્મા ઠાકોર દ્વારા

અમેરિકાના પ્રમુખ એડલાઇટ ઇ સ્ટીવન્સ એ કહ્યું છે કે “પ્રત્યેક વ્યક્તિને હક છે કે તેનું સાંભળવામાં આવે કોઈ એક ના અવાજ ને આધારે લોકતંત્રના ગળે ફાંસો લગાવી દેવાનો અધિકાર કોઈને નથી”!! જ્યારે અમેરિકાના પ્રમુખ જયોર્જ વોશિંગ્ટને કહ્યું છે કે “આપણી પાસેથી વાણીસ્વાતંત્ર્ય લેવામાં આવે તો આપણે એવા ઘેટા જેવા બની જઈશું જેમને મૂંગા મોઢે કતલખાને લઇ જવાતા હોય”!!

આપણા દેશના બંધારણના ઘડવૈયાઓએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાલાલ નેહરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, ડોક્ટર ભીમ રાવ આંબેડકર અને અબુલ કલામ આઝાદ સહિત અનેક મહાનુભાવોએ દેશના બંધારણની કલમ ૧૯, ૨૦ અને ૨૧ દ્વારા અનેક મૂળભૂત અધિકારો સુનિશ્ચિત કરેલ છે આથી જ સરકારના કેટલાક નેતાઓએ કે કેટલાક સરકારી અધિકારીઓના એકહથ્થું સત્તાવાર માટે અદાલતો રક્ષણ આપે છે! માનવીના જીવનના અધિકારને સુરક્ષા બક્ષે છે પંજાબ-હરિયાણા હાઇકોર્ટના જસ્ટીસ શ્રી સંત પ્રકાશે રસપ્રદ અવલોકન કર્યું છે!


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.