Western Times News

Gujarati News

ઇઝરાયલમાં ૧૩ વર્ષ બાદ નેતન્યાહૂ શાસનનો અંત

જેરુસાલમ, ઇઝરાઇલમાં જમણેરી યમિના પાર્ટીના ૪૯ વર્ષીય નેતા નફ્તાલી બેનેટે વડાપ્રધાનપદે શપથ લેતા જ બેન્જામિન નેતન્યાહુના ૧૨ વર્ષના શાસનનો અંત આવ્યો છે. સત્તા પક્ષ સામે ગઠબંધન દ્વારા મતદાન થયું હતું. જમણેરી યમિના પાર્ટીના નફ્તાલી બેનેટે સંસદમાં બહુમતી પ્રાપ્ત કર્યા બાદ રવિવારે શપથ લીધા હતા.

અગાઉ ઇઝરાઇલની ૧૨૦ સભ્યોની સંસદ નેસેટમાં ૬૦ સભ્યોએ તરફેણમાં જ્યારે ૫૯ સભ્યોએ વિરુદ્ધ મતદાન કર્યું હતું. આ દરમિયાન એક સભ્ય ગેરહાજર રહ્યો હતો. નવી સરકારમાં ૨૭ પ્રધાનો છે જેમાંથી નવ મહિલાઓ છે. બેનેટ આગામી બે વર્ષ માટે વડાપ્રધાન પદે રહેશે.

ત્યારબાદ ગઠબંધનનાં આર્કિટેક્ટ, સેન્ટ્રિસ્ટ યાયર લુપિડને સત્તા સોંપવામાં આવશે. લગભગ ૧૨ વર્ષ સુધી ઇઝરાઇલ પર શાસન કરનાર બેન્જામિન નેતન્યાહૂ સતા બચાવવા ઘણા પ્રયત્નો કર્યા હતા. પણ બચાવી શક્યા નહી. શપથ ગ્રહણ કર્યા બાદ પીએમ નફતાલીએ જાહેરાત કરી હતી કે, તેઓ દેશમાં વિચારધારાના લોકો સાથે કામ કરશે. ઇઝરાયલમાં બેનેટ સરકારની સ્થિરતા માટે જાેખમ આવશે તેવું માનવામાં આવે છે. નવી સરકારમાં ૨૭ પ્રધાનો છે. જેમાં નવ મહિલાઓ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.