Western Times News

Gujarati News

પત્નીની હત્યા કરનાર CA નો સાગરીત મુખ્ય સુત્રધાર ઝડપાયો

પોલીસે હત્યારા પતિ લલિત ટાંક અને તેને મદદ કરનાર મહેશ માળીની ધરપકડ કરી હતી જયારે ગાડીથી ટકકર મારનાર મુખ્ય આરોપી કીર્તિ સાંખલા છેલ્લા છ મહિનાથી ફરાર હતો

ડીસા, બનાસકાંઠાના ડીસામાં છ મહિના અગાઉ બનેલી ચકચારી ઘટના પત્નીની હત્યા કેસનો મુખ્ય આરોપીને પોલીસે દબોચી લીધો છે. સીએ ના કહેવાથી તેની પત્નીની હત્યા કર્યા બાદ છ મહિનાથી ફરાર આ હત્યારાને ઝડપી પોલીસે જેલના હવાલે કરી વધુ કાયવાહી હાથ ધરી છે.

ડીસામાં છ મહિના અગાઉ તેના બે મિત્રો સાથે મળી તેની પત્નીની હત્યા અકસ્માતમાં ખપાવી દેવાની ઘટના બની હતી. જે કેસમાં હત્યારા પતિ અને તેના એક મિત્રની ધરપકડ થઈ ગઈ હતી જયારે આ કેસમાં છેલ્લા ૬ મહિનાથી ફરાર મુખ્ય સુત્રધાર પણ હવે પોલીસના હાથે ઝડપાઈ ગયો છે

આ સમગ્ર કેસની વિગતો જાેઈએતો ડીસાના જાણીતા લલિત માળી અને તેમની પત્ની દક્ષાબેન બન્ને ગેળા હનુમાનજીના દર્શન કરવા પગપાળા જઈ રહ્યા હતા અને કાપરા ગામ પાસે લલિત પત્નીથી દુર ચાલી રહ્યા હતા તે સમયે અજાણી કારે ટકકર મારતા દક્ષાબેનનું ઘટનાસ્થળે મોત થયું હોવાની ફરિયાદ ભીલડી પોલીસ મથકે નોંધાઈ હતી.

બાદમાં મૃતકના પતિ લલિત એ ચક્ષુદાન કર્યું હતું સમાજના વિકાસ માટે અલગ અલગ જગ્યાએ દાન કરી સમાજના લોકોની સહાનુભૂતિ મેળવવાની કોશિશ કરી હતી, જાેકે બાદમાં સમગ્ર ઘટના બાબતે પોલીસને શંકા જતા તપાસ હાથ ધરી હતી જેમાં મૃતક દક્ષાના નામે આઠ માસ અગાઉ ૧.ર૦ કરોડનો વીમો લેવામાં આવ્યો હતો

અને રૂ.૧૭ લાખ ઉપરાંતની કિંમતની ક્રેટા ગાડી મૃતકના નામે લાવીને મિત્રને આપી હતી જે પોલીસને શંકા જતા ભીલડી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી અને લલિત માળીને બોલાવી કડક પૂછપરછ કરતા આખરે તેણે તેની પત્ની અકસ્માતનો પ્લાન ઘડયો હોવાની કબુલાત કરી હતી.

જેમાં તેના મિત્ર ને રૂ.ર લાખ આપી સ્વીફટ ગાડીથી ટકકર મારવાનો પ્લાન ઘડયો હતો અને પ્લાન મુજબ લલિત માળી ડીસાથી ગેળા હનુમાનજી મંદિર ચાલતા જઈ રહ્યા હતા તે સમયે કાપરા ગામ પાસે લલિત તેની પત્નીથી દુર ચાલી રહ્યો હતો તે સમયે તેના મિત્ર દક્ષાબેનને ટકકર મારી નાસી છુટયો હતો અને બાદમાં લલિત માળીએ ડીસા ૧૦૮ને ફોન કરી બોલાવેલ અને જે અકસ્માત કરવા માટે સોપારી આપી હતી તે મિત્ર પણ દોડી આવ્યો હતો અને મદદ એ લાગ્યો હતો.

આમ આ હત્યાનો ભેદ ઉકેલી જતા તે સમયે પોલીસે હત્યારા પતિ લલિત ટાંક અને તેને મદદ કરનાર મહેશ માળીની ધરપકડ કરી હતી જયારે ગાડીથી ટકકર મારનાર મુખ્ય આરોપી કીર્તિ સાંખલા છેલ્લા છ મહિનાથી ફરાર હતો તેને પણ પોલીસે બાતમીના આધારે છાપી પાસેથી ઝડપી જેલના હવાલે કરી દીધો છે આમ આ ચકચારી હત્યા કેસના ત્રણેય આરોપીઓને પોલીસે પકડી પાડયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.