Western Times News

Gujarati News

પિતાનું મર્ડર કરવાની ધમકી આપી યુવતી પર બળાત્કાર

 

શહેરમાં સગીરાઓ અને યુવતીઓ અસલામતઃ અમરાઈવાડી સાબરમતી,
બાપુનગર અને ગોમતીપુરમાં છેડતી અને બળાત્કારની ફરીયાદો નોધાઈ

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં યુવતી તથા મહીલાઓ સાથે ગેરવર્તણુંકનાં કિસ્સા દિવસે ને રાત્રે તેજ ગતિએ વધી રહયાં છે. શહેરમાં અસામાજીક લુખ્ખા તત્વો અને વિકૃત માનસ ધરાવતાં શખ્સો બેફામ બન્યાં છે. અને તેમની મનોવૃત્તિને કારણે અમદાવાદમાં યુવતીઓનું જીવન દુષ્કર બન્યું છે. મહીલાઓ માટે સૌથી સુરક્ષીત ગણાતાં અમદાવાદ શહેરમાં હવે લગભગ રોજનો એક કિસ્સો યુવતીની છેડતી કે તેને ધાકધમકી આપી દુષ્કર્મ કરવાનો બહાર આવી રહયો છે.

ખાસ કરીને લુખ્ખા તત્વો અને ગુનાહીત માનસી ધરાવતાં ગુંડાઓ પરીવારજનોને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપે છે. અને પરાણે યુવતીઓને વશ કરીને તેમની સાથે પાશવી કૃત્યો કરે છે. ગઈકાલનાં એક જ દિવસમાં અમદાવાદ શહેર પોલીસનાં ચોપડે ચાર ફરીયાદો છેડતી અને બળાત્કારની આવતાં સમગ્ર શહેરમાં ચકચાર મચી છે.અને ભુખ્યા વરુઓ સામે કડક પગલાં લેવાય તેવી ચર્ચા પણ ચાલી છે.

સાબરમતીઃ- ન્યુ રાણીપમાં આનંદ પાર્ટી પ્લોટ રોડ પર આવેલાં એક ફલેટમાં રહેતી અને સોલા સિવીલ હોસ્પીટલમાં બાયો-મેડીકલ એન્જીનીયર તરીકે ફરજ બજાવતી એક છત્રીસ વર્ષીય મહીલા ગઈકાલે રવિવારનાં દિવસે રજા હોવાથી પોતાના ઘરે એકલી હતી.

તે પોતાનો ફોન ચાર્જ કરવા મુકી નહાવા ગઈ એ દરમ્યાન તેનો ફોન ચોરી થઈ જતાં પાડોશીઓની પુછપરછ કરી હતી. જા કે બધાએ ચોરને જાવાનો ઈન્કાર કર્યો હતો. તેમનાં ફલેટમાં રહેતા નિખીલ પટેલ નામના શખ્સે અગાઉ એક રહીશનો મોબાઈલ ફોન ચોરીને ફલેટ આગળ મોબાઈલની દુકાનમાં વેચવા આપ્યો હતો.

જેથી મહીલાને નિખીલ પર શંકા હોવાથી તેની પુછપરછ કરી હતી. જા કે નિખીલે તથા તેની માતાએ ઘરે એકલી મહીલા સાથે ગાળાગાળી કરી હતી. અને ઝપાઝપી કર્યા બાદ નિખીલે આ મહીલાનાં કપડાં ફાડી નાખ્યા હતા. જેથી તે મહીલા શરમજનક હાલતમાં મુકાઈ ગઈ હતી. બાદમાં મહીલાએ પોતાનાં પતિને આ અંગે જાણ કર્યા બાદ તે સાબરમતી પોલીસ સ્ટેશને નિખીલ પટેલ તથા તેની માતા વિરૂધ્ધ ફોન ચોરી મારામારી કરીને કપડાં ફાડી નાંખવાની ફરીયાદ નોંધાવી હતી.

ગોમતીપુરઃ-ગોમતીપુરમાં પટેલ મીલની બાજુમાં બાલાભાઈ છગનલાલની ચાલીમાં રહેતી એક મહીલા શનિવારે રાત્રે પોતાનાં પરીવાર સાથે છાપરા પર સુતી હતી. આશરે બે વાગ્યાની આસપાસ તેનાં શરીર પર તથા મોં પર કોઈ હાથ ફેરવું હોવાનુંતેને અનુભવ થતાં અચાનક આ મહીલાની આંખ ખુલી ગઈ હતી.

આંખ ખુલતાં જ તેમની ચાલીમાં જ રહેતો મુકેશ ધનરાજભાઈ મારવાડી નામનો શખ્સ ભર ઉંઘમાં તેનાં સાથે અડપડલાં કરતો હોવાનું ખ્યાલ આવતાં મહીલાએ બુમાબુમ કરી મુકી હતી. જેનાં પગલે મુકેશ છાપરાં કુદીને ભાગ્યો હતો. મધરાત્રે છાપરા કુદવાથી તથા મહીલાની બુમાબુમથી ચાલીનાં રહીશો સફાળા જાગી ગયા હતા. મુકેશને ભાગતાં જાઈ મહીલાનો પતિ ચાલીના રહીશોએ તેનો પીછો કર્યો હતો. જા કે અંધારાનો લાભ લઈ તે ભાગી છુટતાં મહીલાએ પરીવારજનો સાથે જઈને પોલીસમાં છેડતીની ફરીયાદ કરી હીત.

બાપુનગરઃ– નિકોલ રોડ મનમોહન ચાર રસ્તા ખાતે આવેલા સરકારી મકાનોમાં રહેતી ત્રીસ વર્ષીય યુવતીનાં પરીવારજનો તેમનાં કાકાનાં ઘરે પ્રસંગ હોઈ બાપુનગર છેલ્લા બસ સ્ટેન્ડ ખાતે ગયા હતા. જયાંથી યુવતી પોતાના મિત્ર સાથે બાઈક પર બેસી રાત્રે નવ વાગે પરત ફરતી હતી. એ સમયે અજય તુલસીભાઈ ચીમનભાઈ નામનાં શખ્સોએ તેમને અટકાવ્યા હતા. અને કોઈપણ કારણ વગર યુવતી સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. દરમ્યાન બંને શખ્સોએ યુવતીના હાથ પકડીને તેની શારીરિક છેડછાડ કરીને તેનો બાજ લેવાનો પ્રયત્ન કર્યો હોવાનો આક્ષેપ યુવતીએ પોતાની ફરીયાદમાં કર્યો છે. પોલીસે બંને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

અમરાઈવાડીઃ- લુખ્ખા તત્વો અને ગુંડારાજ માટે જ ફેમસ થયેલાં અમરાઈવાડી વિસ્તારમાં વ્યાજનો ધંધો કરતાં સાગર વિનોદભાઈ મકવાણા નામના શખ્સે ભીખાદેવાનો વાડો નાણાવટી સોસાયટી સામે અમરાઈવાડીમાં રહેતી યુવતી પર નજર બગાડી હતી. અઢી વર્ષ અગાઉ તેનો પીછો કરી યુવતીને પોતાની સાથે આવવા દબાણ કરતો હતો. જા કે યુવતી વશ ન થતાં આ લુખ્ખા તત્વએ યુવતીને તેનાં પિતાનું મર્ડર કરાવીને લુખ્ખાઓ  મોકલીને તેની બહેનને હેરાન કરાવવાની ધમકીઓ આપી હતી. વારંવાર ધમકીઓ આપવાથી યુવતી ગભરાઈને સાગરનાં તાબે થઈ હતી. બાદમાં સાગરે તેને મણીનગર રેલવે ક્રોસીગ નજીક હોટલમાં લઈ જઈ બળાત્કાર કર્યો હતો. અને તેનો વીડીયો પણ ઉતારી લીધો હતો. બાદમાં આ જ વીડીયો વાઈરલ કરવાની ધમકી આપી સાગર તેને અવારનવાર વિવિધ સ્થળોએ લઈ જઈ બળાત્કાર ગુજારતો હતો.

સમગ્ર ઘટનાક્રમથી કંટાળી યુવતીએ તેને મળવાનું બંધ કરતાં સાગરે ચેતના પિત્રોડા (નવા વાસ અંવાડી) ને યુવતીના ઘરે મોકલીને બજારમાં મળવા બોલાવી હતી. જયાં યુવતી સાથે સાગર તથા ચેતનાએ ઝઘડો કરી મારામારી કરી હતી. ભરબજારે પોતાની સાથે ગેરવર્તણુંક થતાં મુંઝાયેલી યુવતી ઘરે ન જતાં આપઘાત કરવા રીવરફ્રન્ટ પહોચી હતી. જયાં આખી રાત એકલી રોકાયા બાદ પરીવારને ફોન કરીને સમગ્ર હકીકતની જાણ કરી હતી. પરીવારજનોએ હિંમત આપતાં ઓગણીસ વર્ષીય યુવતીએ સાગર અને ચેતના વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.