Western Times News

Gujarati News

મેઘરજ રાયવાડાના લંપટ પુજારીએ ઇનોવા કારમાં બે મિત્રો સાથે ગામની યુવતીનું અપહરણ કરતા ચકચાર

પ્રતિનિધિ દ્વારા  ભિલોડા:  ધાર્મિક સંપ્રદાયના કહેવાતા ગુરૂઓની એક પછી એક પાપલીલાઓ પ્રકાશમાં આવતા સમસ્ત સાધુ સંપ્રદાય ઉપર તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. સંતોની કહેવાતી પાપલીલાઓને કારણે ભગવાનમાં આસ્થા ધરાવતા હરિભક્તોમાં પણ સંતો પ્રત્યે ફિટકારની લાગણી પ્રગટે છે. કેટલાક કહેવાતા સંતના કારણે સમગ્ર સંત સમુદાયને લાંછન લાગે તેવી ઘટનાઓથી લોકોમાં સાધુ સંતો પ્રત્યે વિશ્વાસ રહ્યો નથી. મેઘરજના રાયવાડાના મંદિરોમાં પૂજા પાઠ કરતો કીશન રાજેન્દ્રસિંહ પુરોહીત નામનો યુવાન પૂજારી તેના બે મિત્રો સાથે મળી રાયવાડા ગામની કોલેજીયન યુવતીનું ઘરેથી રાત્રીના અંધારામાં અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી છે યુવતીના પિતાએ મેઘરજ પોલીસ સ્ટેશનમાં પૂજારી અને તેના બે મિત્રો સામે ફરિયાદ નોંધાવતા મેઘરજ પોલીસ દોડતી થઇ છે પુજારીની કાળી કરતૂત સામે લોકોએ ફિટકાર વરસાવી છે

મેઘરજના રાયવાડા ગામમાં આવેલ વિવિધ મંદિરોમાં પૂજા-પાઠ કરવા માટે ગામ લોકોએ મેઘરજના કિશન રાજેન્દ્રસિંહ પુરોહીતને પગાર ભથ્થા પર નિમણુંક કરી હતી કિશન પુરોહિતને સ્ત્રી મોહ પેદા થતા ગામમાં એક યુવતી પર નજર ઠરી હતી યુવતીને પ્રાપ્ત કરવા લંપટ પુજારીએ તેના ભાઈ સાથે સબંધ કેળવી તેના ઘરે ક્યારેક ક્યારેક જમવા અને સત્સંગ કરવા જતો હતો પૂજારી ઘરે આવતા યુવતીના પરિવારજનો ભારે માન-પાન આપતા હતા પુજારીની ખોરી દાનતથી પરિવારજનો અજાણ હતા ત્યારે પુજારીએ પરીવારની યુવતી સાથે પ્રણયફાગ ખેલી યુવતીને એન્ડ્રોઇડ ફોન પણ આપ્યો હતો

આખો દિવસ યુવતી સાથે વાતો કર્યા રાખતા યુવતીના પિતાને જાણ થતા મોબાઈલ લઇ લીધો હતો તેમ છતાં  ફોસલાવી લગ્નની લાલચ આપી બે મહિના અગાઉ કિશન પુરોહીત ઇનોવામાં  સીસોદરાના  સિધ્ધરાજ પટેલ અને સાકરિયાના રવિ ભરવાડ સાથે પહોંચી અપહરણ કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી હતી યુવતીના પરિવારજનોએ સમાજમાં આબરૂ જવાના ડરે હમણાં લંપટ પૂજારી યુવતીને પરત મૂકી જશે તેવી આશાએ બે મહિના રાહ જોઈ હતી પરંતુ પરિવારની આશા ઠગારી નીવડી હતી આખરે મેઘરજ પોલીસનું શરણ લીધું હતું

મેઘરજ પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે ૧) કિશન રાજેન્દ્ર પુરોહીત  (રહે,મેઘરજ),૨)સિદ્ધરાજ નાનાભાઈ પટેલ (રહે,સિસોદરા-મેઘાઈ) અને ૩)રવિ ભરવાડ (રહે,સાકરીયા) વિરુદ્ધ અપહરણનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.