Western Times News

Gujarati News

અમદાવાદમાં માત્ર ૧૫ લોકો અને ૫ કળશ સાથે જળ યાત્રા યોજાશે

અમદાવાદ: કોરોનાના કેસો વધુ હોવાના કારણે ગત વર્ષે હાઇકોર્ટ દ્વારા અમદાવાદમાં નીકળતી ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાને મંજૂરી અપાઈ નહોતી.તેની વચ્ચે આ વર્ષે અમદાવાદમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. જાેકે આ વર્ષે ભગવાન જગન્નાથજીની જળયાત્રા અને રથયાત્રા માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી માંગી હતી.પોલીસ અને મંદિર ટ્રસ્ટની બેઠક બાદ ભગવાન જગન્નાથની જળયાત્રાને સાદગીપૂર્વક યોજવાની મંજુરી આપવામાં આવી છે.તેમજ જળયાત્રામાં ૫૦ ની જગ્યાએ ૧૫ લોકો જ જાેડાઈ શકશે.જળયાત્રા સમયે ડે.સીએમ અને ગૃહરાજ્યમંત્રી હાજર રહેશે અને સંભવિત પૂજન તેઓના હસ્તે થશે.

આ ઉપરાંત ૧૦૮ કળશના બદલે માત્ર ૫ કળશ સાથે જળયાત્રા યોજવાની મંજુરી આપવામાં આવી છે,જ્યારે જળયાત્રામાં એક જ ગજરાજ જાેડાશે, પોલીસ દ્વારા ડિવિઝન દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જય યોજી શકાશે. આ ઉપરાંત જળયાત્રા સમયે લોકોને ગાઈડલાઈનના પાલનની અપીલ કરવામાં આવી છે.

વધુમાં એ જાણવા મળ્યું છે કે રથયાત્રાની મજૂરી અંગે ર્નિણય માટે મંદિર અને પોલીસ પ્રશાસન વચ્ચે લાંબી બેઠકો ચાલી હતી. જેમાં વિચાર વિમર્શ કર્યા બાદ નાથની નગરચર્યાના દર્શન કરવા નગરજનો આતુર બન્યા છે, ત્યારે ૧૪૪મી રથયાત્રાના આ વર્ષે મામેરાના યજમાનનું નામ નક્કી થઈ ગયું છે. જે મુજબ જાેધપુરના રહેવાસી મહેશભાઈ ભગવાનભાઈ ઠાકોર આ વર્ષે ભગવાનનું મામેરું કરશે.

અમદાવાદ શહેરમાં યોજાતી ઐતિહાસિક રથયાત્રા અંગે ભક્તો આતુરતા પૂર્વક રાહ જાેતા હોય છે, ત્યારે બે દિવસ પૂર્વે જ એવી અફવા ઉડી હતી કે પોલીસ કમિશનર દ્વારા રથયાત્રાને મંજૂરી આપી દેવામાં આવી છે. અંતે આજે આ અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે.

પરંપરાગત રથયાત્રા કાઢવા માટે પોલીસ કમિશ્નર પાસે પરવાનગી માંગવામાં આવી કરવાની ફરજ પડી હતી. તેમજ ભજન મંડળી, ગજરાજ, અખાડા સાથે રથયાત્રા કાઢવામાં આવે તેવી મજૂરી આપવા રજુઆત કરાઈ હતી. જળયાત્રાની સાથે રથયાત્રાની પરવાનગી મળે તે માટે રજૂઆત કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું. અંતે આજે આ અંગે ર્નિણય લેવામાં આવ્યો છે. જેથી લોકોની આતુરતાનો અંત આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.