Western Times News

Gujarati News

યુવકે કુંડળી નથી મળતી કહીને યુવતી સાથે સગાઈ તોડી નાખી

Files Photo

અમદાવાદ: શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના પૂર્વ મંગેતર સામે ફરિયાદ દાખલ કરી છે. યુવતીની સગાઈ થયા બાદ તેના મંગેતરે તેણી સાથે વારંવાર શારીરિક અડપલાં કર્યાં હતા. અંતે આ સગાઈ ફોક છે તેવું કહીને સગાઈ તોડી નાખી હતી. આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક યુવતીએ તેના લગ્ન માટેનો બાયો ડેટા સમાજના વોટ્‌સએપ ગ્રુપમાં મોકલી આપ્યો હતો.

જેના આધારે સમાજના એક આગેવાને તેમનો સંપર્ક કરી બાપુનગર વિસ્તારમાં રહેતા અને પોસ્ટ વિભાગમાં સરકારી નોકરી ધરાવતા યુવક સાથે સગાઈ કરાવી હતી. જાેકે, સગાઈ બાદ યુવક ફરિયાદી યુવતીને અનેક જગ્યાએ ફરવા લઈ જતો હતો. આ દરમિયાન તે શારીરિક અડપલાં કરતો હતો. યુવતીએ લગ્ન બાદ આવી હરકતો કરવાનું કહેતી હતી પરંતુ યુવક માનતો ન હતો અને અડપલાં કરતો રહેતો હતો. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું કે સગાઈ બાદ યુવક તેને ગાંધીનગર ઇંદ્રોડા પાર્ક ફરવા લઈ ગયો હતો જ્યાં એકાંત શોધીને મરજી વિરુદ્ધ તસતસતું ચુંબન ચોડી દીધું હતું જે બાદ શરીરના અન્ય ભાગો પર અડપલાં કરવા લાગ્યો હતો. જેનો યુવતીએ વિરોધ કર્યો હતો. સગાઈની રિંગ સેરેમની દમરિયાન પણ ઘરમાં એકલા પડતાં જ યુવકે ફરી એકવાર મરજી વિરુદ્ધ યુવતી સાથે અડપલાં અને જબરજસ્તીથી કિસ કરી હોવાનું પણ યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે.

સગાઈના એકાદ વર્ષ બાદ યુવકે યુવતીને ‘આપણી કુંડળી મેચ ન થતી હોવા છતાં હું તને જીરવું છું’ તેમ કહ્યું હતું. બાદમાં યુવક અને તેના પરિવારજનો સગાઈ કરાવનાર વ્યક્તિના ઘરે જઈને સગાઈનો રૂપિયો, નાળિયેર અને વીંટી પરત આપી ગયા હતા અને સગાઈ તોડી નાખી હોવાનું કહીને જતા રહ્યા હતા. એટલું જ નહીં, યુવકે યુવતી અને તેના પિતાને કહ્યું હતું કે તમે સામેથી સગાઈ તોડી નાખો તો તમને અમે જાેઈતા રુપિયા પણ આપીશું. જાેકે યુવતીના પિતાએ આ અંગે જણાવેલ કે અમારે કોઈ સગાઈ તોડવી નહોતી પરંતુ તેમ છતાં યુવકે પોતે સગાઈ તોડી અને સમાજમાં યુવતી તરફથી સગાઈ તોડી ન હોવાનું જણાવીને બદનામ કરતો હોવાના આરોપ સાથે યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.