Western Times News

Gujarati News

આ ‘ફાધર્સ ડે’નાં રોજ પિતાને ભેટ આપવા માટે આદર્શ ‘નાણાંકીય રસી’- આરોગ્ય વીમો 

પિતા એ કોઇ પણ પરિવારની મજબૂતાઇના સ્તંભ હોય છે. તે ઘર ચલાવવા માટે આજીવિકા રળનાર અને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે, સંતાનોનું રક્ષણ કરે છે. બાળકોના સૌથી મોટા પ્રશંસક પિતા જ હોય છે. પિતા આપણા પ્રથમ ‘સુપરહીરો’ હોય છે. પરિવારના આધાર સમાન અને પરિવારને સલામત, સુખી અને સ્વસ્થ રાખવા દિવસ-રાત એક કરીને કામ કરનારા પિતા પ્રત્યે આપણી પણ ફરજ છે.

આમ તો, આપણે દરરોજ આપણા ‘સુપરહીરો’ પ્રત્યે લાગણી અને વિચારો અભિવ્યક્ત નથી કરતા, પણ ફાધર્સ ડેનાં રોજ આપણે તેમને જીવનમાં તેમનાં તમામ પ્રયાસો અને બલિદાનો બદલ તેઓ ‘સવિશેષ’ હોવાની લાગણી અનુભવવા દેવી જોઈએ. તો.

આ ફાધર્સ ડેનાં રોજ તમે તેમને કંઇક કામમાં આવે અને તેઓ ખુદને સલામત અનુભવે તેવી ભેટ આપવી જોઇએ. તમારા પિતાને તમે સૌથી સારી ભેટ આરોગ્ય વીમાની આપી શકો, જે તેમને પ્રેમ અને વધુ નાણાંકીય સલામતીનો અહેસાસ કરાવશે, તેમ મણિપાલ સિગ્ના હેલ્થ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડના એમડી અને સીઇઓ પ્રસુન સિકદરે કહ્યું હતું.

આજે, વિશ્વમાં નાણાં, આરોગ્ય અને સંબંધોમાં અનિશ્ચિતતા છે, ત્યારે જીવન પણ અનિશ્ચિત જ છે. છતાં, માણસ જાત તરીકે આપણે સલામતી ઇચ્છીએ છીએ. આપણે સલામત અનુભવવા માગીએ છીએ અને આપણા જીવન અને આરોગ્ય પર અંકુશ મેળવવા ઇચ્છીએ છીએ. કોઇ પણ માણસના જીવનમાં આરોગ્ય સૌથી મહત્વની સંપત્તિ છે. સારું આરોગ્ય હશે તો તંદુરસ્ત જીવન જીવી શકશો. સૌથી મહત્વની વાત એ છે પિતા માત્ર પોતાના માટે નહીં, સમગ્ર પરિવાર માટે કામ કરે છે.

જે રીતે કઠીન મહેનતનો કોઇ પર્યાય નથી તેમ પૂરતા હેલ્થકેર ફાઇનાન્સિંગનો પણ કોઇ વિકલ્પ નથી. કોવિડ-19 મહામારીએ આપણને શીખવાડ્યું કે ‘મેડિકલ ઇમરજન્સી’ ગમે ત્યારે ઊભી થઈ શકે અને આપણા નાણાંકીય લક્ષ્યાંક પર અસર કરી શકે છે. આમ, આરોગ્ય માટે પૂરતી નાણાંકીય વ્યવસ્થા કરી હોય તો આ અનિશ્ચિતતાની અસર ઘટાડી શકે છે અને જીવનના ધ્યેય હાંસલ કરવામાં મદદ કરી શકે છે. આરોગ્યની કટોકટી ગમે ત્યારે આવી શકે છે, પણ પરિવારની દ્રષ્ટીએ જોઇએ તો, આજીવિકા રળનાર પિતાને આરોગ્યની સમસ્યા ઊભી થાય તો પરિવારના તમામ સભ્યોને ગંભીર અસર થાય છે.

કેટલાંક અભ્યાસો પરથી જણાયું છે કે પરિણિત પુરૂષો જીવનની સૌથી વધુ કમાણી

મધ્યમ વય (35-45) દરમિયાન કરતા હોય છે અને તેમાંના અડધા પુરુષો પિતા હોય છે. તેમ છતાં આ જૂથના લોકો તેમની કમાણીનો 80 ટકા હિસ્સો પ્રથમવારની મોટી ખરીદી જેમ કે નવું મકાન, નવી કાર વગેરે પાછળ ખર્ચી નાખે છે. આ ઉંમરમાં પોતાના માટે કે પોતાના પરિવારજનો માટે પૂરતું આરોગ્ય વીમા કવચ તેમનાં માટે પ્રાથમિકતા હોતી નથી. પણ દેશમાં આરોગ્યની વર્તમાન સ્થિતિને જોતાં પિતા માટે જરૂરી છે કે તે બીજો કોઇ ખર્ચ કરતા પહેલાં પોતાની અને પરિવારજનોનાં આરોગ્ય માટે ખર્ચ કરે.

દૈનિક પારિવારિક જવાબદારી અને પરિવારજનોની વધતી જતી અપેક્ષાઓને કારણે એક સમય એવો આવે છે જેમાં પિતાને પોતાનાં રક્ષણની પણ જરૂર પડે છે. મોટા ભાગના પિતા કામનાં ભારણ અને ઓફિસની ડેડલાઇનને કારણે બેઠાડું જીવન જીવતા હોય છે, જેનાથી તેમનાં પર એટલો બધો તણાવ આવે છે, જે જીવનશૈલી આધારિત કે હઠીલી બિમારીમાં પરિણમી શકે છે. સામાન્ય રીતે આવી બિમારીઓની અવગણના કરવામાં આવે છે. પોતાના પરિવારનું જીવન સલામત રહે તે માટે ખૂબ મહેનત કરતી વ્યક્તિનું જીવન સલામત કરવું વધુ મહત્વનું છે.

આમ, જો તમે પરિવારના સભ્ય અને આજીવિકા રળનાર હોવ તો તમારું અને તમારા પિતાનું જીવન સલામત કરવા ‘કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ’ પોલિસી મેળવવી જરૂરી છે. ઓછી ઊંમરમાં આરોગ્ય વીમો લેવાથી ક્લેમ રદ થવાની શક્યતા ઘટવા સહિતના કેટલાંક લાભ થાય છે.

સતત કવરેજ લીધું હોય તો સંબંધિત ‘વેઇટિંગ પિરિયડ’ પૂરો થઈ જાય છે. તેમ છતાં, તમે તમારા વૃધ્ધ પિતા માટે આરોગ્ય વીમો ખરીદો ત્યારે એ વાતનું ધ્યાન રાખો કે તે મર્યાદિત એક્સ્લુઝન્સ (અપવાદરૂપ બાબતો જે વીમામાં આવરી લેવાતી નથી) સાથે વ્યાપક બિમારીઓને આવરી લેવાય. વૃધ્ધતાને કારણે મોટી બિમારીઓ થવાનું જોખમ હોય છે અને સતત વધતા જતા મેડીકલ ખર્ચને કારણે તેની સારવાર કરવી મોંઘી બની જાય છે.

વૃધ્ધ પિતા માટે આરોગ્ય વીમો પસંદ કરતી વખતે કેટલીક વધારાનાં કવર લેવા જોઇએ જેમાં એમ્બ્યુલન્સ, ફ્રી હેલ્થ ચેક-અપ, ઘરમાં સારવાર અને કેશલેસ હોમ કેર કવરનો સમાવેશ થાય છે. એકંદરે, મેડીકલ ઇમરજન્સીનો સામનો કરવા અને લાંબા ગાળાના નાણાંકીય લક્ષ્યને બચાવવા માટે વ્યક્તિએ ઊંચા સમ ઇન્શ્યોર્ડ સાથે કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પ્લાન લેવો જોઇએ. વધતો જતો આરોગ્ય ખર્ચ અને જીવનશૈલી સંબંધિત રોગોનાં વધતાં જતાં પ્રમાણને જોતાં હાલના સમયમાં સુખી જીવન જીવવા અને ગુણવત્તાસભર આરોગ્યસંભાળ માટે

આરોગ્ય વીમો વિકલ્પ નહીં પણ જરૂરી ‘નાણાંકીય રસી’ છેઆ ફાધર્સ ડેનાં રોજ તમારા પિતાને કહો કે તમે તેમને પ્રેમ કરો છો અને તેમનું એન્યુઅલ ચેક-અપ કરાવો અને જો તમે યુવા પિતા હોવ કે પિતા બનવાની તૈયારી કરતા હોવ તો યોગ્ય આરોગ્ય વીમા પોલિસી ખરીદો. કોમ્પ્રિહેન્સિવ હેલ્થ ઇન્શ્યોરન્સ પોલિસી તમને અભૂતપુર્વ મેડિકલ ખર્ચ સામે હંમેશા રક્ષણ આપશે અને બાળકોનો ઉચ્ચ અભ્યાસ, તેમનાં લગ્ન અથવા પોતાના નિવૃત્તિ પછીના ખર્ચ જેવા જીવનના લક્ષ્ય હાંસલ કરવામાં મદદ કરશે. દરેક પિતાને ‘હેપ્પી ફાધર્સ ડે’ની શુભેચ્છાઓ. આખરે તો, “હેલ્થ હૈ તો લાઇફ હૈ.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.