Western Times News

Gujarati News

કોરોનાના છેલ્લા ૨૪ કલાકમાં નવા કેસ ૬૦,૭૫૩ નોંધાયા

નવીદિલ્હી: દેશમાં બીજી લહેરનાં કહેર બાદ હવે કોરોનાની લહેર ધીમી થવા લાગી છે. હવે દેશમાં કોરોના વાયરસનાં સક્રિય કેસ ૭૪ દિવસ પછી સૌથી ઓછા સામે આવ્યા છે. પાછલા દિવસે સતત પાંચમા દિવસે ૭૦ હજારથી ઓછા નવા કેસ સામે આવ્યા છે.

આરોગ્ય મંત્રાલયની નવીનતમ માહિતી અનુસાર, શનિવારે દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસનાં કુલ ૬૦,૭૫૩ નવા કેસ નોંધાયા છે, જેમાં કોરોના કેસની કુલ સંખ્યા ૨,૯૮,૨૩,૭૨૬ થઈ ગઈ છે. વળી, છેલ્લા ૨૪ કલાકમાં કોરોના વાયરસને કારણે ૧,૬૭૪ લોકોનાં મોત નીપજ્યાં છે. અત્યાર સુધી, સ્વસ્થ થયેલા દર્દીઓની સંખ્યાની વાત કરીએ તો તે વધીને ૨,૮૬,૭૮,૩૯૦ થઈ ગઈ છે. જાે કે, છેલ્લા ૨૪ કલાકમાં ૧,૬૪૭ કોરોના દર્દીઓએ પણ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે, દેશમાં કોવિડથી મૃત્યુ પામેલા લોકોનો સત્તાવાર આંકડો વધીને ૩,૮૫,૧૩૭ થઈ ગયો છે. સારી બાબત એ છે કે રસીકરણની ગતિ ઝડપી થઈ છે. અત્યાર સુધીમાં ૨૭,૨૩,૮૮,૭૮૩ વેક્સિનનો ડોઝ આપવામાં આવ્યો છે.

દેશમાં કોરોનાથી મૃત્યુ દર ૧.૨૯ ટકા છે જ્યારે રિકવરી દર લગભગ ૯૬ ટકા છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવિટી રેટ ૫ % કરતા પણ નીચે આવી ગયો છે. હાલમાં પોઝિટિવિટી રેટ ૩.૫૮ % છે. નીચા પોઝિટિવિટી રેટનો અર્થ એ છે કે કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે.

છેલ્લા ૧૨ દિવસથી, પોઝિટિવિટી રેટ સતત ૫% ની નીચે આવી રહ્યો છે. દૈનિક પોઝિટિવિટી રેટ ૨.૯૮% પર પહોંચી ગયો છે. સક્રિય કેસ ૯ ટકાથી નીચે આવી ગયા છે. કોરોના સક્રિય કેસનાં મામલે ભારત વિશ્વમાં ત્રીજા ક્રમે છે. ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યાનાં સંદર્ભમાં પણ ભારત બીજા ક્રમે છે. જ્યારે સમગ્ર વિશ્વમાં અમેરિકા, બ્રાઝિલ બાદ સૌથી વધુ મોત ભારતમાં થઇ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.