Western Times News

Gujarati News

રાજ્યમાં જીપીએસસી દ્વારા ભરતી કસોટીઓનો પ્રારંભ

પ્રતિકાત્મક

રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પરીક્ષા અમદાવાદ-રાજકોટના કેન્દ્રો પર કોરોના ગાઇડલાઈન સાથે લેવાઈઃચુસ્ત બંદોબસ્ત

ગાંધીનગર,  આજથી ફરી એકવાર  ભરતી કસોટીઓની પ્રારંભ થયો છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા ૨૦મી તારીખ ને રવિવારે રાજકોટમાં વન વિભાગમાં રેન્જ ફોરેસ્ટ ઓફિસરની ભરતી કરવા માટેની પ્રીલીમીનરી પરીક્ષાનું આયોજન કરાયું છે. જેથી આજે સવારે અમદાવાદ અને રાજકોટમાં પરીક્ષઆનો પ્રારંભ થયો છે. કોરોનાની બીજી લહેર શાંત થયા બાદ ફરી એકવાર ભરતી પ્રક્રિયાઓ અંતર્ગત પરીક્ષાઓનું આયોજન થઈ રહ્યું છે. આ પરીક્ષા દરમિયાન કોરોના ગાઈડલાઈનનું પાલન કરાશે.

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઓછું થતા સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા ફરી શરૂ થઈ છે. અમદાવાદમાં ૬૬ પરીક્ષા સેન્ટરો પર કોરોના ગાઈડલાઈન સાથે પરીક્ષા શરૂ થઈ છે. ઇર્હ્લં ની ભરતી પ્રક્રિયા માટે અમદાવાદમાં ૧૫,૭૭૧ ઉમેદવારો પરીક્ષા આપી રહ્યાં છે. પરીક્ષાનું આયોજન બે તબક્કામાં કરાયું છે. સવારે ૧૧ વાગ્યાથી ૨ વાગ્યા સુધી અને ત્યાર બાદ બપોરે ૩ થી ૬ વાગ્યા સુધી પરીક્ષા યોજાશે.

રાજકોટમાં આજે GPSC ની RFO ની પરીક્ષા શરૂ થઈ છે. રાજકોટ જિલ્લામાં ૫૪ પરીક્ષા કેન્દ્રો પર માત્ર ૪૦ ટકા જ ઉમેદવારો જ પરીક્ષા આપવા હાજર દેખાયા છે. રાજકોટમાં કોવિડ ગાઈડ લાઈનનું પાલન સાથે પરીક્ષા શરૂ થઈ છે. જાેકે, કોઈ પણ કોરોના પોઝિટિવ ઉમેદવારો પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન થયું નથી.

રાજકોટમાં ૫૪ કેન્દ્રો પર પરીક્ષા શરૂ થઈ છે. ૫૧૬ બ્લૉક્સમાં કોરોનાની તમામ ગાઇડલાઇન્સ સાથે પરીક્ષા શરૂ થઈ છે. જિલ્લા વહીવટી તંત્રની સ્કોડ ટીમ જુદા જુદા કેન્દ્રોની મુલાકાત લેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.