Western Times News

Gujarati News

ઓમ ના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી બની જશે ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઘટશે : સિંઘવી

નવીદિલ્હી: સમગ્ર વિશ્વ સોમવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી ભારતમાં પણ કોરોના પ્રોટોકોલ હેઠળ જુદા જુદા સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ યોગને લઇને એક નવો વિવાદ ઉભો થયો છે. દરેક યોગ્ય અને ખોટા ર્નિણય પર સવાલ ઉઠાવનારા કોંગ્રેસના નેતાઓએ હવે યોગને ધર્મોમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ યોગ વિશે ૐ અને અલ્લાહનો ઉલ્લેખ કર્યો હતો, જેના પર હવે વિવાદ થયો છે. બાબા રામદેવ ઉપરાંત અખિલ ભારતીય હિન્દુ મહાસભાએ કોંગ્રેસ નેતાને યોગ્ય જવાબ આપ્યો છે.

કોંગ્રેસી નેતા અભિષેક મનુ સિંઘવીએ ટ્‌વીટમાં લખ્યું હતું કે ઓમ ના ઉચ્ચારણથી ન તો યોગ વધુ શક્તિશાળી બની જશે ન અલ્લાહ કહેવાથી યોગની શક્તિ ઘટશે. અભિષેક મનુ સિંઘવીની આ ટ્‌વીટના કારણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર એક નવો વિવાદ છેડાયો છે. યોગગુરૂ રામદેવે પણ આ ટ્‌વીટ પર પ્રતિક્રિયા આપી છે. રામદેવે લખ્યું હતું કે, ‘ઈશ્વર-અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન.’

અલ્લાહ, ભગવાન, ખુદા બધું એક જ છે, એવામાં ? બોલવામાં શું મુશ્કેલી છે. પરંતુ આપણે કોઈને ખુદા બોલતા ન અટકાવી શકીએ. વધુમાં તેમણે આ બધાએ પણ યોગ કરવો જાેઈએ, બાદમાં તે બધાને એક જ પરમાત્મા દેખાશે તેવી સલાહ પણ આપી હતી.

ભારતના નેતૃત્વ બાદથી ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવાય છે. સોમવારના રોજ દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાંય કાર્યક્રમ થઇ રહ્યા છે. આ અવસર પર પીએમ મોદીએ પણ દેશને સંબોધિત કર્યા. પીએમ મોદીએ યોગના દુનિયામાં પ્રસાર, કોરોના કાળમાં તેને એક સુરક્ષાકવચ હોવાની વાત કહી. સાથો સાથ પીએમ મોદીએ એમ-યોગા એપ પણ લોન્ચ કરવાની વાત કહી, જેમાં દુનિયાની અલગ-અલગ ભાષાઓમાં યોગને શીખવાની તક મળશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.