વિદ્યાર્થિનીઓની સાયકલ સહાયમાં ચાલતી પોલંપોલ પર બ્રેક વાગશે?

(એજન્સી) અમદાવાદ, ધોરણ-૯ ની વિદ્યાર્થિનીઓને મળતી સાયકલ સહાયમાં ચાલતી પોલંપોલ પર હવે બ્રેક વાગશે. રાજ્ય સરકાર દ્વારા સરસ્વતિ સાધના યોજનાનો અમલ પણ હવે ડીજીટીલ ગુજરાત પોર્ટલ પર કરવાના નિર્ણય લીધો છે. જે મુજબ હવે સહાય અંગેની દરખાસ્ત ઓનલાઈન કરવાની રહેશે અને તેની સાથે આનુષંગિક પુરાવા પણ અપલોડ કરવાના રહેશે.
એટલુ જ નહીં પણ સાયકલ સહાય મળ્યા બાદ કઈ વિદ્યાર્થિનીને ક્યારે સાયકલ મળી અને તેના ચેસીસ નંબર સહિતની માહિતી આચાર્યને ઓનલાઈન અપલોડ કરવી પડશે. જેથી હવે સાયકલો જ શાળામાં ધૂળ ખાતી હતી એના બદલે ખરેખર લાભાર્થીઓના હાથ સુધી પહોંચશે.
રાજ્ય સરકાર અને ભારત સરકારની યોજનાઓ અંતર્ગત વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સહાય કે લાભ એક જ જગ્યાએથી આપી શકાય તે હતુથી રાજય સરકાર દ્વારા ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફતે શૈક્ષણિક યોજનાનો અમલ કરવામાં આવે છે. જે મુજબ સરસ્વતી સાધના યોજનાનો અમલ પણ ડીજીટલ ગુજરાત પોર્ટલ મારફતે કરવાનું નકકી કરાયુ છે. જેથી હવે શિષ્યવૃત્તિ-ગણવેશ સહાય યોજનાની દરખાસ્તો જે રીતે ઓનલાઈન કરવામાં આવી છે તે જ રીતે સરસ્વતિ સાધના યોજનાની દરખાસ્તો પણ ઓનલાઈન કરવાની રહેશે.
વિકસિત જાતિની ધોરણ-૯ની વિદ્યાર્થિનીઓની સરસ્વતી સાધના યોજનાની ઓનલાઈન દરખાસ્ત સાયકલ સ્કીપ મેનુમાં જઈ ડીરેક્ટર ડેેવલોપીંગ કાસ્ટ વેલ્ફેરમાં જઈ ક્રિએટ સાયકલ પ્રપોઝલ મેનુમાઈ જઈને બનાવવાની રહેશે. સરસ્વતી સાધના યોજનામાં ધોરણ ૯ ની વિદ્યાર્થિનીઓની ઓનલાઈન દરખાસ્ત કરતી વખતે પિતાની આવકના દાખલાની નકલ તેમજ વિદ્યાર્થિનીઓના જાતિના દાખલા-પુરાવાની નકલ પણ અપલોડ કરવાની રહેશ.
સરસ્વતિ સાધના યોજનામાં આચાર્યદ્વારા પ્રપોઝલ ઓનલાઈન સેન્ડ કરવામાં આવે તે મંજુર થાય ત્યારબાદ આચાર્યોએ સંબંધિત ધોરણ ૯ની વિદ્યાર્થિનીઓને સાયકલ વિતરણ કરવાની રહેશે. વિદ્યાર્થિનિઓને કઈ ાયકલ આપવામાં આવેલી છે તેની વિગતો પણ પોર્ટલ પર અપડેટ કરવાની હોવાથી સાયકલના ચેસીસ નંબર, વિદ્યાર્થિનીને સાયકલ ક્યારે પૂરી પાડી વગેરે વિગતો પોર્ટલ પર અપડેટ કરવાની રહેશે.
જીલ્લામાં કેટલી સાયકલો વિતરણ કરવામાં આવી તેની ચોક્કસ માહિતી મેળવી શકાય તે માટે વિતરણ પછીની માહિતી પણ અપડેટ કરવા માટે આચાર્યોને કડક સુચના આપવામાં આવી છે.