Western Times News

Gujarati News

રકુલ પ્રીતને કોઈ કામ નથી મળતું તેવી અફવા ફેલાઈ

વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે અને તમે ૬થી વધારે ફિલ્મોને એડજસ્ટ કરવામાં મદદ કરી શકતા હોય તો કરો : રકુલ

મુંબઈ: એક્ટ્રેસને તેલૂગુ ફિલ્મોમાં કામ નથી મળી રહ્યું. રકુલે આ વાત પર મૌન તોડ્યુ છે અને ટિ્‌વટ કરીને જવાબ આપ્યો છે. રકુલે આ અફવા શૅર કરતા ટિ્‌વટ કર્યુ કે મને આશ્ચર્ય છે મે આવું ક્યારે કહ્યું, વર્ષમાં ૩૬૫ દિવસ હોય છે અને તમે ૬થી વધારે ફિલ્મોને એડજસ્ટ કરવામાં મદદ કરી શકતા હોય તો કરો. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે રકુલને કામ નથી મળી રહ્યું

પરંતુ તે વાત તદ્દન ખોટી છે. રકુલને છેલ્લીવાર અર્જુન કપૂર અને નીના ગુપ્તા સાથે સરદાર કા ગ્રેન્ડસનમાં જાેવામાં આવ્યો હતો. આ ફિલ્મને દર્શકો કે ક્રિટીક્સનો સારો રિસ્પોન્સ મળ્યો નહોતો. રકુલ પ્રિત પાસે હાલમાં બોલીવૂડના પણ ઘણા પ્રોજેક્ટ છે અને તે તેની સ્ટાઇલીશ તસવીરોને લઇને પણ ચર્ચામાં રહે છે. કેટલીક વાર સ્ટાઇલીશ કપડે મુશ્કેલી ઉભી કરી દે છે અને આવું જ કંઇક રકુલ પ્રિત સાથે પણ થયું. હાલમાં જ રકુલને સ્પોટ કરવામાં આવી હતી અને તે ખુબ જ ગ્લેમરસ પણ લાગી રહી હતી. તેણે હલ્કા પીળા રંગનુ મિની ડ્રેસ પહેર્યુ હતુ.

તેના પર તેણે ડેનિમ જેકેટ પહેર્યુ હતુ. પેપેરાઝીએ તેને ફોટો લેવા માટે પકડી લીધી અને તે પોઝ આપી રહી હતી તે દરમિયાન જ હવા આવી અને તેની ડ્રેસ ઉડવા લાગી હતી. તેણે મહામુશ્કેલીથી પરિસ્થિતિને સંભાળી હતી. આવી જ ઉપ્સ મોમેન્ટનો શિકાર અભિનેત્રી ક્રિસ્ટલ ડિસોઝા પણ થઇ હતી. તેના જન્મદિવસ પર તે શોર્ટ ડ્રેસ પહેરીને પાર્ટીમાં ગઇ અને તેની ડ્રેસ વળવા લાગી જ્યારે તે તેને સંભાળવા ગઇ ત્યારે ઉપ્સ મોમેન્ટનો શિકાર બની હતી. રકુલની વાત કરીએ તો તે સોશ્યલ મિડીયા પર ખુબ એક્ટિવ રહે છે. રકુલ પોતાના ફીટનેસ વીડિયો અને તસવીર શૅર કરતી રહે છે અને લોકોને ફીટ થવા અપીલ પણ કરે છે. રકુલ પ્રિતે પોતાના કરિયરની શરૂઆત કન્નડ ફિલ્મ ગિલ્લીથી કરી હતી.

બાદમાં રકુલ તમિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ નજર આવી હતી. બોલીવૂડમાં એક્ટ્રેસનું ડેબ્યુ ૨૦૧૪માં ફિલ્મ યારિયાથી થયુ હતુ. બાદમાં તે અય્યારી અને દેદે પ્યાર દે જેવી ફિલ્મોમાં દેખાઇ હતી. રકુલની છેલ્લી બોલીવૂડ ફિલ્મ મરજાવા હતી જેમાં તે સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે નજર આવી હતી. રકુલ હાલમાં બોલીવૂડના એક મોટા પ્રોજેક્ટમાં જાેડાયેલી છે. જલ્દી જ તે બોલીવૂડના બિગ-બી અમિતાભ બચ્ચન અને અજય દેવગણ સાથે નજર આવશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.