Western Times News

Gujarati News

આ વર્ષે ધોરણ-૧૦ અને ૧૨ની માર્કશીટ દર વર્ષ કરતા જુદી હશે

પ્રતિકાત્મક

ગાંધીનગર: આ વર્ષે કોરાની મહામારીને પગલે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા લેવામાં આવી નથી. હવે નિશ્ચિત ફોર્મ્યુલાના આધારે વિદ્યાર્થીઓના રિઝલ્ટ તૈયાર કરવામાં આવશે. જે બાદમાં પરિણામ ઓનલાઇન મૂકવામાં આવશે. જાેકે, સરકારે એવી પણ જાહેરાત કરી છે કે જાે કોઈ વિદ્યાર્થી ધોરણ-૧૨ના પરિણામથી ખુશ નથી તો તે લેખિતમાં પરીક્ષા આપી શકે છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે આ વર્ષે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની માર્કશીટ દર વર્ષ કરતા થોડી અલગ હશે. આ વર્ષે માર્કશીટોમાં પાછળના ભાગમાં સરકારના હાલની સ્થિતિ અંગેના ઠરાવનો ઉલ્લેખ અંગ્રેજીમાં કરવામાં આવશે.

એટલે કે આ વર્ષે તમામ વિદ્યાર્થીઓને માર્કશીટ તો અપાશે પરંતુ તે દર વર્ષ કરતા અલગ હશે. જેમાં પાછળના ભાગ ખાસ નોંધ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ધોરણ-૧૦માં આશરે ૮.૩૭ લાખ નિયમિત વિદ્યાર્થીઓ અને ધોરણ -૧૨માં આશરે ૬.૫ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપનાર હતા. હવે આ તમામ વિદ્યાર્થીઓને ફોર્મ્યુલા પ્રમાણે માર્ક્‌સની ગણતરી કરીને માર્કશીટ આપવામાં આવશે. આ અંગેની નોંધ પણ માર્કશીટમાં કરવામાં આવશે. એટલે કે સરકારે પરીક્ષા રદ કરવા માટે જે જાહેરનામું બહાર પાડ્યું હતું તેની નોંધ માર્કશીટમાં કરવામાં આવશે. વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે માર્કશીટમાં માસ પ્રમોશન અંગે કોઈ નોંધ નહીં મૂકવામાં આવે.

આમ તો બોર્ડની વેબસાઇટ પર ધોરણ-૧૦ના રિઝલ્ટની જાહેરાત કરવામાં આવશે. આ વર્ષે પણ આ જ પ્રથા જાળવી રાખવામાં આવશે. આ વર્ષે ધોરણ-૧૦નું પરિણામ તૈયાર કરવાની જવાબદારી જે તે સ્કૂલને સોંપવામાં આવી છે. જે બાદમાં તેને ઓનલાઇન મૂકવામાં આવશે. હાલ સ્કૂલોએ પરિણામ તૈયાર કરીને બોર્ડની સાઇટ પર મૂકી દીધું છે. બોર્ડ તરફથી જરૂરી વિધિ કરીને આ જ પરિણામ જાહેર કરવામાં આવશે. આ વર્ષે સ્કૂલોએ તૈયાર કરેલું પરિણામ જ જાહેર થવાનું હોવાથી અનેક સ્કૂલોએ વિદ્યાર્થીઓને મૌખિત પરિણામ અંગે સૂચના આપી દીધી છે.

અનેક સ્કૂલોએ આ પરિણામના આધારે વિદ્યાર્થીઓને ધોરણ-૧૧માં પ્રવેશ પણ આપી દીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ-૧૨નું પરિણામ તૈયાર કરવાની ફોર્મ્યુલા જાહેર કરી છે. જે પ્રમાણે ધોરણ-૧૦ના પરિણામના ૫૦ માર્ક્‌સ, ધો.૧૧ના પરિણામના ૨૫ માર્ક્‌સ અને વર્ષ દરમિયાન ધોરણ-૧૨ની લેવાયેલી એકમ કસોટીના ૨૫ ગુણ ધ્યાનમાં લેવાશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.