Western Times News

Gujarati News

પ્રીમિયમ ગુજરાતી OTT પ્લેટફોર્મ શેમારૂમી ઉપર વેબ સિરિઝ ‘ષડયંત્ર’ 24 જૂને રિલિઝ થશે

વેબ સિરિઝમાં અપરા મહેતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરિક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપર ઘીવાલા અને ફિરોઝ ભગત સહિતના દિગ્ગજ કલાકારો

અમદાવાદ, 23 જૂન, 2021: પ્રીમિયમ ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ શેમારૂમી ઉપર પોલિટિકલ થ્રિલર ‘ષડયંત્ર’ 24 જૂને રિલિઝ થવા માટે સજ્જ છે. છેલ્લાં કેટલાંક સમયમાં ગુજરાતી દર્શકોની વૈવિધ્યસભર અને ક્વોલિટી કન્ટેન્ટની જરૂરિયાતોને પૂર્ણ કરતાં શેમારૂમી દ્વારા સમયાંતરે નવી વાર્તા અને દિગ્ગજ કલાકારો સાથે ગુજરાતી વેબ સિરિઝ અને ફિલ્મો રજૂ કરવામાં આવી છે અને ટૂંક સમયમાં ષડયંત્ર પણ તેનો હિસ્સો બનવા જઇ રહ્યું છે.

અપરા મહેતા, રોહિણી હટંગડી, વંદના પાઠક, શ્રીનુ પરીખ, વિશાલ ગાંધી, પરિક્ષિત તમાલીયા, અનુરાગ પ્રપન્ન, દીપક ઘીવાલા અને ફિરોઝ ભગત જેવાં દિગ્ગજ કલાકારો ધરાવતી આ વેબ સિરિઝમાં કામ કરવાના પોતાના અનુભવ વ્યક્ત કરતાં અપરા મહેતાએ જણાવ્યું હતું કે, “આ ખૂબજ સારો ગુજરાતી પ્રોજેક્ટ છે.

હું લાંબા સમયથી એક સારા, ક્લાસી અને મારી ભૂમિકાને ન્યાય આપી શકું તેવા રોલની રાહ જોઇ રહી હતી. મારા માટે ષડયંત્ર ચોક્કસપણે યોગ્ય પ્રોજેક્ટ સાબિત થયો છે.”

રોહિણી હટંગડી સિરિઝમાં પોતાના પાત્ર જણાવ્યું હતું કે, “હું ‘ષડ્યંત્ર’ વેબ સિરીઝનો ભાગ બનીને ખુબ જ આનંદની લાગણી અનુભવી રહી છું અને ખુશ છું કે શેમારૂમીએ આ પ્રભાવશાળી વેબ સિરીઝ ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આપવાનું નક્કી કર્યું. મેં મારી કરિયરમાં બહુ બધા પાત્રો ભજવ્યા છે

પરંતુ વાસંતીબેનનું પાત્ર મારા હૃદયની ખુબ જ નજીક છે. આ વેબ સિરીઝનું સ્તર એટલું મોટું છે કે અમને એવું લાગ્યું કે અમે કોઈ ફિલ્મનું શૂટ કરી રહ્યા છીએ. મને ખાતરી છે મારા દર્શકો આ વેબ સિરીઝ ચોક્ક્સ પસંદ કરશે.”

આ અંગે દીપક ઘીવાલાએ આનંદની લાગણી સાથે જણાવ્યું હતું કે, વેબ સિરિઝ ષડયંત્ર એ એક મહાત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે અને હું આ ફેમિલીનો પાર્ટ બનીને ખુબ ખુશ છું. આ વેબસિરિઝ ષડયંત્ર એટલી રસપ્રદ છે કે એના બધા જ એપિસોડ 24 જૂનના રોજ એક સાથે જોવાનું પસંદ કરીશું. તમે પણ જોવાનું ચૂકશો નહીં.

ઉલ્લેખનીય છે કે બે દિગ્ગજ કલાકારો અપરા અને રોહિતી તેમની કારકિર્દીમાં પ્રથમવાર સાથે કામ કરી રહ્યાં છે. કોવિડ-19 મહામારી વચ્ચે શુટિંગના પડકારો અંગે વાત કરતાં કલાકારોએ જણાવ્યું હતું કે, દરેક વ્યક્તિની સલામતીને ટોચની પ્રાથમિકતા આપવામાં આવી હતી. શેમારૂમી પ્રોડક્શન હાઉસના સહયોગથી શુટિંગ ખૂબજ સલામત અને સરળ રહ્યું છે.

‘ષડ્યંત્ર’ વેબ સિરીઝના લોન્ચ પ્રસંગે શોના નિર્દેશક ઉર્વીશ પરીખએ જણાવ્યું હતું કે, “ષડ્યંત્ર પહેલી ગુજરાતી વેબ સિરીઝ છે જેમાં આટલા દિગ્ગજ અને પ્રભાવશાળી કલાકારો છે. મારા માટે આ શૉને શૂટ કરવાનો અનુભવ ખુબ જ સારો રહ્યો. મને ખુશી છે કે શેમારૂમી એ આ શૉનું નિર્માણ કર્યાની સાથોસાથ પોતાના પ્લેટફોર્મ પર દરેક ગુજરાતીઓ માટે તેનું પ્રીમિયર રજુ કરી રહ્યા છે.”

સિરિઝના પ્લોટની વાત કરીએ તો પન્નાબેન (અપરા મહેતા) છેલ્લા 15 વર્ષથી એક સફળ CM તરીકે ફરજ બજાવી રહ્યાં છે. જે સત્તાના અમુક નેતાઓને ખૂંચે છે. સફળતા અને જીતનો રસ્તો ક્યારેય સરળ નથી હોતો અને આ વેબ સિરીઝમાં ઘણાં ટ્વિસ્ટ અને ટર્ન્સ સાથે મનોરંજન પણ દર્શાવાયું છે. અને આ જ વિષય ‘ષડ્યંત્ર’ ને એક પ્રભાવશાળી પોલિટિકલ ફેમિલી ડ્રામા પણ બનાવે છે જે દર્શકોને ચોક્કસથી ગમશે.

થોડાં સમય પહેલાં શેમારૂમી ઉપર વેબ સિરિઝ વાત વાતમાં અને થિયેટર પહેલાં રિલિઝ થયેલી ફિલ્મ સ્વાગતમને ગુજરાતની સાથે-સાથે વિશ્વભરમાં રહેતાં ગુજરાતી દર્શકો તરફથી ખૂબજ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે ત્યારે હવે ટૂંક સમયમાં રિલિઝ થનારી વેબ સિરિઝ ષડયંત્રને પણ દર્શકોનો પ્રેમ મળશે તેવો વિશ્વાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.