Western Times News

Gujarati News

૮૦ ટકા બાળકોમાં હવે ચોકલેટ, પિઝા અને જંક ફુડ્‌સનો ક્રેઝ

બાળકોનું વજન કેમ વધી રહ્યું છે ? સરેરાશ બાળકનું વજન દર વર્ષે બે કિલોગ્રામ વધે તે જરૂરી છે 

વર્તમાન સમયમાં બાળકોનું વજન ચિંતાનક રીતે વધી રહ્યું છે. બાળકોના વધતા જતા વજનને લઈને કેટલાક અભ્યાસ પણ સતત કરવામાં આવી રહઢયાં છે. ચાઈલ્ડ કેરને લઈને કરવામાં આવેલા અભ્યાસ બાદ દાવો કરવામાં આવ્યો છે કે ભોજન કરવાની બગડતી જતી ટેવ, જીવનશૈલી અને શારીરિક સક્રિયતા ઘટી જવાના કારણે વજન વધી રહ્યું છે. વધતા જતા વજનના કારણે કેટલીક બીમારી પણ આવે છે.

દેશના ર૬ રાજ્યો અને ૮૬ શહેરોમાં સાત વર્ષથી લઈને ૧૮ વર્ષના કિશોરને આવરી લઈને કરવામાં આવેલા હેલ્થ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે ત્રણમાંથી ે બાળકોના બીએમઆઈ સામાન્ય કરતા વધારે છે. દરેક બીજા બાળકના શારીરિક લચીલાપણાના કારણે સ્થિતિ સારી નથી.

અભ્યાસ અને સર્વેમાં એવી બાબત પણ જાણવા મળી છે કે ત્રણ પૈકી બે બાળકોમાં ભાગવાની ક્ષમતા નથી. સાથે સાથે ૪૦ ટકા બાળકોના બોડી માસ ઈન્ડેક્સ છોકરીઓ કરતા સારા છે. બાળકોમાં સ્થુળતા ઝડતથી વધતા કેટલીક અન્ય સમસ્યા પણ ઉભી થઈ રહી છે. આઉટડોર ખુેલ ખતમ થઈ રહ્યાં છે તે પણ એક વજન વધવા માટેનું કારણ છે.

કિશોરોમાં રપ ટકા સ્થુળતાનો વધારો થયો છે. વજનના માપદંડ બીએમઆઈ (બોડી માસ ઈન્ડેક્સ) એટલેકે શરીરનું વજન અને લંબાઈ મુજબ હોય છે. બાળકોમાં અનિયંત્રિત રીતે વધતા વજનના કારણે અમેરીકામાં પણ મોટી સમસ્યા સર્જાઈ રહી છે. ત્યાંના તબીબોએુ તો આને મહામારી તરીકે લેવાની ચેતવણી પણ જારી કરી દીધી છે.

અભ્યાસમાં રહેવામાં આવ્યું છે કે એક સરાશ સ્વસ્થ બાળકનું વજનતેની ૩ થી સાત વર્ષની વય સુધી પ્રિત વર્ષ બે કિલોગ્રામ વધે તે જરૂરી છે. ત્યારબાદ પુખ્તવયના થાય ત્યાં સુધી વજન પ્રતિવર્ષ ત્રણ કિલો સુેધી વધે તે જરૂરી છે. હાલના સમયમાં ૧૧ થી લઈને ર૦ વર્ષની વયના તમામ બાળકો પૈકી ૮૦ ટકા બાળકો કેન્ડી, હાઈ બ્લડપ્રેશર, પીસીઓડી, સ્કીન સંબંધિત બિમારી થાય છે.

ફેન્ટી લિવર, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી તકલીફ પણ રહે છે. બાળકોના માતા પિતા દ્વારા કેટલાક સવાલો કરવામાં આવે છે. વજન કઈ રીતે વધે છે તે બાબતને ધ્યાનમાં લેવામાં આવે તો કહી શકાય છે કે ખાવાપીવાની ખરાબ ટેવ પણ એક કારણ છે. વધતા જતા વજનને રોકવા માટે જંક ફુડની ટેવને બદલી નાખવામાં આવે તે જરૂરી છે.

સપરિવારની સાથે ભોજન કરવાથી ફાયદો થાય છે. ટીવી નિહાળતી વેળા પણ કંઈ ન ખાવાની સલાહ આપવામાં આવી છે. કોઈપણ સમય ભોજન કરવાની ટેવ પણ પાડવી જાેઈએ નહીં. ભોજન કરતા પહેલા ભુખ ન લાગે ત્યાં સુધી કોઈ ભોજન કરવા માટેની પણ સલાહ આપવામાં આવી છે.

તાજેેતરમાં જ કરવામાં આવેલા અન્ય નવા સર્વેમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં ત્રણ પૈકી એક સ્થૂળ છે. આ બાબત ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્થૂળતા ઘણી બીમારીઓને પણ આમંત્રણ આપી રહ્યું છે. અભ્યાસમાંં જાણવા મળી રહ્યું છે કે ભારત સ્થૂળતા સામેની લડાઈમાં નબળું પડી રહ્યું છે. કારણ કે દેશના ત્રણ નાગરિકો પૈકી વધુ વજનથ પરેશાન છે. તેમના આદર્શ વજનથી વધુ વજન ધરાવે છે. આના માટે જુદા જુદાો કારણો જવાબદાર છે. ટાયર-ર શહેરો પણ આમા આવરી લેવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.