Western Times News

Gujarati News

જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણ

આજે આ સેવાકીય પ્રવૃતિઓમાં મંદિર દ્વારા એક છોગુ ઉમેરાયું છે. પ્રવર્તમાન કોરોનાની પરિસ્થિતિને અનુલક્ષીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા દેશભરમાં શરૂ કરાયેલ નિ:શૂલ્ક રસીકરણ અભિયાનમાં સહભાગી બનવા જગન્નાથ મંદિરના પ્રાંગણમાં શરૂ કરાયેલ કોરોના રસીકરણની પહેલ આવકારદાયક છે.

જગન્નાથ મંદિરમાં રસીકરણની પહેલ અને પોલીસ જવાનો માટેના ટેલિમેડિસીન થકી આયુર્વેદિક અને એલોપેથી ઉપચાર પધ્ધતિએ તેમના ભક્તો,નાગરિકો, સમાજ પ્રત્યેની ઉતરદાયિત્વની કેડી કંડારી છે.

કોરોનાની પ્રવર્તમાન સ્થિતિને ધ્યાને લઇને નાગરિકોની સુરક્ષા અને સલામતી જ રાજ્ય સરકારની અગ્રમિતા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રી શ્રી એ ભારપૂર્વક કહ્યું કે, આ વર્ષે કોરોનાની તમામ ગાઇડલાઇનનું પાલન કરીને કોરોનાની સ્થિતનો તાગ મેળવી જનસુરક્ષાને ધ્યાનમાં રાખીને જ રથયાત્રાના આયોજનનો નિર્ણય હાથ ધરવામાં આવશે. આજે યોજાયેલ રથયાત્રા પૂર્વેની જળયાત્રામાં સંતો, મહંતો, સમાજ અને શહેરના અગ્રણીઓ ભારે ઉત્સાહભેર જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.