Western Times News

Gujarati News

ડેલ્ટા વેરિયન્ટ ત્રીજી લહેર પાછળ કારણભૂત બનશે?

Files Photo

નવી દિલ્હી: કોરોના મહામારી જાેખમી રૂપ ધારણ કરી રહી છે. બીજી લહેરની અસર હજુ પૂર્ણ થઈ નથી, ત્યાં ખૂબ જ તીવ્ર સંક્રમણ ગણાતા ડેલ્ટા પ્લસ વેરિયન્ટનો ડર ઉભો થયો છે. મહારાષ્ટ્રમાં ડેલ્ટા વેરિયન્ટના ૨૧ કેસ મળી આવ્યા છે. નિષ્ણાંતો દ્વારા ચેતવણી આપવામાં આવી રહી છે કે, આ વેરિયન્ટથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. મહારાષ્ટ્ર સિવાય કેરળ, કર્ણાટક અને મધ્યપ્રદેશમાં પણ આ પ્રકારનાં કિસ્સા જાેવા મળ્યાં છે. વિશ્વમાં હજી સુધી આ વેરિએન્ટના ૨૦૦ કેસ મળી આવ્યા છે, જાેકે તેમાંથી ૩૦ કેસ ભારતના છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે મંગળવારે ડેલ્ટા પ્લસ વેરિયન્ટને ચિંતાજનક ગણાવ્યો હતો. કેન્દ્રએ કહ્યું કે, ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ પર ઝીણીથી નજર રાખવામાં આવી રહી છે.

આ મામલે કેન્દ્રએ રાજ્યોને પગલાં લેવા પત્ર લખીને ચેતવણી આપી છે. નવો ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં કોરોનાની બીજી લહેર પાછળ જવાબદાર ડેલ્ટા વેરિઅન્ટનું મ્યુટેશન છે. ભારત સિવાય ડેલ્ટા પ્લસ વિશ્વના અમેરિકા, યુકે, પોર્ટુગલ, સ્વિટ્‌ઝર્લન્ડ, જાપાન, પોલેન્ડ, નેપાળ, ચીન, રશિયામાં મળી આવ્યો હતો. વર્તમાન સમયે દેશમાં મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ છે. મહારાષ્ટ્રમાં રત્નાગિરિમાં સૌથી વધુ ૯ કેસ છે. ત્યાર બાદ જલગાંવમાં ૭, મુંબઇમાં ૨ અને પાલઘર, થાણે અને સિંધુદુર્ગમાં એક એક કેસ જાેવા મળ્યા છે. કેરળમાં પલક્કડ અને પઠાણમિથિતમાં કુલ ત્રણ કેસ સામે આવ્યા છે.

એઈમ્સના ડૉક્ટર શુભદીપ કર્માકરે જણાવ્યું હતું કે, ડેલ્ટા પ્લસમાં વધારાનો દ્ભ૪૧૭દ્ગ મ્યુટન્ટ છે, જે ડેલ્ટાને ડેલ્ટા પ્લસમાં ફેરવે છે. આ મ્યુટેન્ટ વધુ ચેપી છે. તે આલ્ફા સંસ્કરણ કરતા ૩૫-૬૦% વધુ ચેપી છે, તેવી અટકળો ચાલતી હોવાનું તેમનું કહેવું છે. જાેકે, ભારતમાં તેની સંખ્યા ઓછી છે. હજુ ચિંતાજનક નથી. સંક્રમણના કેસ ઓછા છે. હાલ રસી આ વેરિયન્ટ પર કેટલી અસરકારક છે તેવું વિજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. જાેકે, યુએસના ફૂડ એન્ડ ડ્રગ વિભાગના ભૂતપૂર્વ ડિરેક્ટરે ષ્ઠહહ્વષ્ઠ.ર્ષ્ઠદ્બ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ રસી પણ વેરિયન્ટ અસરકારક સાબિત થઈ શકે છે. તેમણે વધુમાં કહ્યું કે, સ્ઇદ્ગછ રસીઓ આના પર વધુ અસરકારક (૮૮ ટકા) હોવાનું જણાઈ રહ્યું છે. બીજી તરફ વાયરલ વેક્ટર રસી પ્રમાણમાં ઓછી અસરકારક(૭૦ ટકા) લાગે છે.

જહોનસન એન્ડ જહોનસન અને એસ્ટ્રાઝેનેકા રસી વાયરલ વેક્ટર રસી છે. જ્યારે ફાઈઝર અને મોડર્નાની રસી સ્ઇદ્ગછ રસી છે. ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કારણે મહારાષ્ટ્રમાં ચિંતાજનક માહોલ છે. ગયા અઠવાડિયામાં રાજ્યના આરોગ્ય વિભાગની બેઠક મળી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, આ વેરિયન્ટથી રાજ્યમાં ત્રીજી લહેર આવી શકે છે. આ બેઠકમાં સીએમ ઉદ્ધવ ઠાકરે પણ હાજર હતા. રાજ્યમાં સક્રિય કેસની સંખ્યા ૮ લાખ સુધી પહોંચી શકે એવું પણ કહેવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટકા બાળકો હોઈ શકે છે. આરોગ્ય નિષ્ણાતોએ ચેતવણી આપી હતી

ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ ભારતમાં ત્રીજી લહેરનું કારણ હોઈ શકે છે. આ વેરિયન્ટને રોગપ્રતિકારક શક્તિ રોકી શકે નહીં. ભારતમાં હાલ આ વેરિયન્ટની હાજરી ઓછી છે. દેશમાં હાલમાં ફક્ત ડેલ્ટા વેરિઅન્ટ જાેવા મળે છે. જાે કે, ખતરો વધી શકે તેવી દહેશત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.